મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરમાર પરિવારના જમાઈ ઉપર સાત શખ્સોનો લાકડાના ધોકા, પાઇપ અને સળિયા વડે હુમલો


SHARE







વાંકાનેરમાં પરમાર પરિવારના જમાઈ ઉપર સાત શખ્સોનો લાકડાના ધોકા, પાઇપ અને સળિયા વડે હુમલો

વાંકાનેરમાં વાદી મદારીમાં બાંભણિયા અને પરમાર પરિવાર વચ્ચે દીકરીની લેતી દેતી બાબતે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલે છે તે બાબતનો ખાસ રાખીને પરમાર પરિવારનો જમાઈ કે જે છેલ્લા ઘણા સમયથી ભોજપર ગામમાં રહે છે તે એક્ટિવા લઈને થાન રોડ ઉપર પેટ્રોલ પંપ સામેથી જઈ રહ્યો હતો ત્યારે લેરો ગાડીમાં આવેલા સાત શખ્સો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લાકડાના ધોકા, પાઇપ અને સળિયા વડે માર મારવામાં આવતા ઈજા પામેલા યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેને સાત શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ભોજપર પાસે આવેલ વાદી વસાહતમાં રહેતા ખોડુનાથ ગોરખનાથ ભાઠી જાતે વાદી મદારી (૩૧) નામના યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મોડનાથ મિલ્ખાનાથ બાંભણિયા, કિશનનાથ ઉર્ફે કાળુનાથ બાંભણિયા, જોગનાથ કાશનાથ બાંભણિયા, શાહરૂખનાથ બાકનાથ બાંભણિયા, શાયરનાથ હજુરનાથ બાંભાણીયા, હજુરનાથ ઢેબનાથ બાંભાણીયા અને ચેતનનાથ મીલ્કાનાથ બાંભણિયા રહે. બધા વાદી વસાહત ભોજપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે બાંભણિયા પરિવાર અને પરમાર પરિવાર વચ્ચે દીકરીની લેતી દેતી બાબતે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે અને ફરિયાદીએ પરમાર પરિવારની દીકરી સાથે લગ્ન કર્યા હોય અને તે ભોજપર ગામે જ રહેતો હતો તે બાબતનો ખાર રાખીને સાતે શખ્સો બોલેરો પીકપ ગાડીમાં આવ્યા હતા અને ત્યારે ફરિયાદીએ તેનું એકટીવા ઊભું રાખી દેતા મોડનાથ મિલ્ખાનાથે બોલેરો ગાડીમાંથી લાકડીનો ધોકો લઈને નીચે ઉતરીને યુવાન ઉપર હુમલો કર્યો હતો ત્યારે યુવાને ડાબો હાથ આડો નાખતા ડાબા હાથના કાંડાના ભાગે લાકડી મારીને ઇજા કરી હતી ત્યારબાદ કિસનનાથે તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથાના પાછળના ભાગે માર મરીને ઇજા કરી હતી અને જોગનાથે તેના હાથમાં રહેલ લોખંડના સળિયા વડે ફરિયાદીને માથામાં ડાબી બાજુએ માર મારતા તે બેભાન થઈ ગયો હતો અને બાકીના આરોપીઓએ ફરિયાદીને લાકડી, પાઇપ તથા લોખંડના સળિયા વડે માર મારતા ભોગ બનેલા યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪ ,૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

રીક્ષા પલટી ખાઈ ગઈ
મોરબીના રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમ નજીકથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેમાં બેઠેલ ઉષાબેન ભુપતભાઈ વિકાણી (૩૫) રહે. મુરલીધર હોટલ પાસે સનાળા રોડ મોરબી વાળાઓને ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News