મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા મોટી બરારની શાળામાં વિશ્વ મેંગ્રુવ  દિન ઉજવાયો મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાન ઉપર લાકડી-પાઇપ વડે બે શખ્સનો હુમલો


SHARE







હળવદમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાન ઉપર લાકડી-પાઇપ વડે બે શખ્સનો હુમલો

હળવદના સુનિલનગર વિસ્તારમાં રહેતો યુવાન ભવાનીનગર ઢોરો વિસ્તારમાં વજન કાંટો લેવા માટે રહ્યો હતો ત્યારે બે શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખીને તેના ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને તેને માથાના ભાગે માર મારતા માથામાં ફૂટ થઈ હતી અને શરીરને ઇજા થઈ હતી તેમજ ભોગા બનેલા યુવાનને ગાળો આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ તેની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના સુનિલનગર વિસ્તારમાં રહેતા અને ફ્રુટનો વેપાર કરતાં ચંદ્રિકાબેન મુકેશભાઈ કુરિયા જાતે પ્રજાપતિ (૪૦) નામના મહિલાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજય જીવરાજભાઈ કુંઢીયા અને ગગજી જીવરાજભાઈ કુંઢીયા રહે બંને ભવાનીનગર ઢોરો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પતિ મુકેશભાઈ કુરિયા સાથે જૂની બાબતનો ખાર રાખીને મુકેશભાઈ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રાજુભાઈ નગીનભાઈના ઘર પાસેથી પસાર થઈને રાજુભાઈના ઘરે વજન કાંટો લેવા માટે જતા હતા ત્યારે અજયએ પાઇપ વડે તથા ગગજીએ લાકડાના ધોકા વડે તેના ઉપર હુમલો કર્યો હતો અને તેને માથાના ભાગે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા મુકેશભાઈને માથામાં ફૂટ થઈ ગઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં રહેતા વખસી દલસી વાઘેલા (૭૦) નામના વૃદ્ધ મોરબીના મયુર પુલ નીચેના ભાગમાંથી નદીના પટમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને ઠોકર મારતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને ઈજા થઇ હતી અને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે




Latest News