મોરબીના સખી સંચાલિત મતદાન બુથોનો સખીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સુગમ સંચાલન
ગુજરાતના મતદારો અંતર આત્માનો અવાજ સાંભળીને વિકસિત ભારત માટે મતદાન કરશે: સાંસદ, માજીમંત્રી અને ધારાસભ્ય
SHARE







ગુજરાતના મતદારો અંતર આત્માનો અવાજ સાંભળીને વિકસિત ભારત માટે મતદાન કરશે: સાંસદ, માજીમંત્રી અને ધારાસભ્ય
ગુજરાતની લોકસભાની બેઠકો માટે થઈને આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે જો વાત કરીએ તો મોરબીમાં રહેતા ધારાસભ્ય, સાંસદ, માજી મંત્રી સહિતના આગેવાનો તેમજ સામાન્ય નાગરિક સહિત તમામ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ત્યારે રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મતદાન કરવા માટે થઈને પહોંચેલા સાંસદ, માજી મંત્રી અને ધારાસભ્યએ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના મતદારો અંતર આત્માનો અવાજ સાંભળીને વિકસિત ભારત માટે મતદાન કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
લોકસભાની ચૂંટણીમાં આ વખતે ત્રીજી વખત ગુજરાતની 26 એ 26 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જીતશે તેવો વિશ્વાસ ભાજપ ચૂંટણી જાહેર થઈ ત્યાર પહેલાથી વ્યક્ત કરી રહી છે અને તેની સાથો સાથ ન માત્ર ઉમેદવારો જીતશે પરંતુ દરેક ઉમેદવાર પાંચ લાખ કરતાં વધુની લીડ સાથે વિજય મેળવશે તેો વિશ્વાસ ભાજપના ગુજરાત પ્રદેશના પ્રમુખ સહિતનાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આજે લોકસભાની 26 બેઠક માટે થઈને મતદાન ચાલી રહ્યું છે વહેલી સવારે સાત વાગ્યે મતદાન પ્રક્રિયા શરૂ થતા ની સાથે જ મતદાન બૂથ ઉપર મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેને મતદારો દ્વારા લાઈનો લગાવવામાં આવી હતી અને ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તેઓના પત્ની જોત્સનાબેન અને દીકરા પ્રથમ તેમજ દીકરી સાથે ત્યાં આવીને સહપરિવાર મતદાન કર્યું હતું અને ત્યારબાદ પત્રકારો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે દેશના વિકાસ માટે થઈને કામગીરી કરી રહ્યા છે અને છેવાડાના માનવીને પણ સારામાં સારી સુવિધા મળે તેના માટે તેને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને મતદારો દ્વારા ભાજપ તરફી મતદાન કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમને વ્યક્ત કરેલ છે.
તો મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ નીલકંઠ વિદ્યાલય ખાતે આવીને તેના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું અને ત્યારબાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારતની ઇકોનોમીમાં છેલ્લા એક દાયકા ન અંદર ખૂબ સુધારો જોવા મળી રહ્યો છે અને આગામી પાંચ વર્ષમાં ભારતની ઇકોનોમીમાં હજુ પણ ખૂબ સારો સુધારો જોવા મળશે ત્યારે આ દેશને વિકસિત ભારત બનાવવા માટે થઈને સંકલ્પ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે સૌ કોઈ મતદાર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે અને તેઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભાજપ તરફથી મતદાન કરશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી જ્યારે મોરબીમાં રહેતા ગુજરાતના માજી મંત્રી અને વર્તમાન સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડિયા એ નીલકંઠ વિદ્યાલય ખાતે આવેલા મતદાન બૂથ ઉપર આવીને તેના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો પ્રત્યેક નાગરિક તેના મત અધિકારનો આ ચૂંટણીમાં ઉપયોગ કરશે અને ખાસ કરીને તેઓ પોતાના અંતર આત્માનો અવાજ સાંભળીને ગુજરાત અને ભારતના વિકાસમાં સહયોગી બનવાની ભાવના સાથે ભાજપ તરફી મતદાન કરશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરે છે.
