મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબીના સખી સંચાલિત મતદાન બુથોનો સખીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સુગમ સંચાલન


SHARE













મોરબીના સખી સંચાલિત મતદાન બુથોનો સખીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે સુગમ સંચાલન

મતદાન મથક પર ઉભય કરાયેલી વ્યવસ્થાઓ નિહાળી મતદારો પ્રભાવિત થયા

લોકસભાની ચૂંટણી અન્વયે આજ વહેલી સવારથી મોરબી જિલ્લામાં મતદાન શરૂ થઈ ગયું છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અન્વયે જિલ્લામાં વિવિધ સવિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં ઉભા કરાયેલા ૨૧ સખી સંચાલિત મતદાન મથકોમાં ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં કન્યા છાત્રાલય કેમ્પસમાં ૭ સખી સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. સખી સંચાલિત મતદાન મથક અન્વયે આ મતદાન મથકો ઉપર સવિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.

આ બાબતે સખી મતદાન મથકના નોડલ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસે જણાવ્યું હતું કે, આજે લોકસભાની ચૂંટણી અન્વયે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના ૮૮૯ મતદાન મથકો માંથી ૬૫-મોરબી વિધાનસભા મત વિસ્તારમાં કન્યા છાત્રાલય ખાતે ૭ સખી સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકોમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલીસ, હોમગાર્ડ તેમજ આરોગ્ય સ્ટાફ સહિત તમામ મહિલા સ્ટાફ જ કાર્યરત કરવામાં આવ્યો છે.મહિલા મતદાન મથક પર મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને મહિલા સ્ટાફ દ્વારા આ મતદારોને સંવેદના પૂર્ણ મતદાન કરાવવામાં આવી રહ્યું છે.




Latest News