લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ : વાંકાનેરમાં દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
SHARE







લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ : વાંકાનેરમાં દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
લગ્નેતર સંબંધોના હંમેશા માઠા પરિણામો આવતા હોય છે.તેવી જ એક ઘટના મોરબી જીલ્સામાં આવેલા વાંકાનેર શહેરની અંદર બની હતી અને ત્યાં અરૂણોદય સોસાયટીમાં રહેતી મહિલાને પર પુરુષ સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતની તેણીના પતિને જાણ થઈ જતા પતિએ મહિલાને આ બાબતે ઠપકો આપ્યો હતો.ત્યારબાદ મહિલાએ પોતાના ઘરે હતી ત્યારે ઘઉંમાં નાખવાની દવા પી લેતા તેણીને ઝેરી અસર થઈ હતી અને ત્યારબાદ તે મહિલાને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.જોકે ત્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયુ હતુ.જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગચો પ્રમાણે વાંકાનેરમાં આવેલ અરૂણોદયનગર સોસાયટીમાં રહેતા હેતલબેન સંદીપભાઈ મહેશભાઇ રાઠોડ જાતે લુહાર (ઉમર ૩૬) નામની મહિલાએ તા.૫ ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં ઘંઉમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને હેતલબેનને ઝેરી અસર થતા તેણીને સારવાર માટે પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હતું. જેથી કરીને આ અંગેની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવાની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને પર પુરૂષ સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતની ખબર તેના પતિને પડી ગઈ હતી અને ત્યારે તેના પતિએ મૃતકને ઠપકો આપ્યો હતો.જે બાબતનું તેણીને લાગી આવતા તેઓએ પોતે પોતાની જાતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને ઝેરી અસર થઈ હતી અને ત્યાર બાદ તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ થતા ઇજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રીની પાર્ટીકલ બોર્ડ નામના યુનિટના લેબર કવાટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિકાસભાઈ વાસનાભાઈ નામનો ૨૫ વર્ષનો યુવાન લાલપર ગામ પાસેથી ગત મોડી રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં બાઈક લઈને જતો હતો.ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ અને જે બનાવમાં તેને ઇજાઓ થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે પ્રાથમિક શાળાની પાસે રહેતા મનસુખભાઈ કરસનભાઈ સોલંકી નામના ૨૫ વર્ષના યુવાનને ગત તા.૩-૫ ના રોજ તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ તાલુકા પોલીસસુત્રોએ જણાવેલ છે અને મારામારીના આ બનાવની તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ.ઝાપડિયા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.
