મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા મોટી બરારની શાળામાં વિશ્વ મેંગ્રુવ  દિન ઉજવાયો મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ પરવાનગી વિના સભા-સરઘસ કાઢવા તેમજ ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્રીત થવા પર પ્રતિબંધ


SHARE







મોરબીમાં પૂર્વ પરવાનગી વિના સભા-સરઘસ કાઢવા તેમજ ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્રીત થવા પર પ્રતિબંધ

ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામન્ય ચૂંટણી -૨૦૨૪ જુદા જુદા સાત તબક્કાઓમાં યોજવાનું તા. ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ જાહેર કરવામાં આવેલ છે જે પૈકી ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં તા. ૦૭-૦૫-૨૦૨૪ ણા રોજ મતદાન પૂર્ણ થયેલ છે તેમજ મતગણતરી તા. ૦૪-૦૬-૨૦૨૪ ના યોજાનાર છે. બાકી રહેલ તબક્કાઓનું મતદાન ક્રમશઃ પૂર્ણ થવામાં છે. જે અન્વયે હાલની સ્થિતિએ આદર્શ આચાર આચારસંહિતાની અમલવારી ચાલુમાં છે. આ દરમિયાન સમગ્ર મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણ જળવાઈ રહે અને વિક્ષેપો ઉભા થાય નહી તેમજ ચૂંટણીના સરળ સંચાલન માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લાના તમામ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં તા.૦૬-૦૬-૨૦૨૪ સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે-ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. આ ઉપરાંત સભા સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સંબંધિત લોકસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે તેમજ સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.  

આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઇ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.  આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર થશે




Latest News