મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

મોરબીના રંગપર ગામે વીજળી પડવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના રંગપર ગામે વીજળી પડવાથી યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર(બેલા) ગામે વાડી વિસ્તારમાં રહીને ખેતી કામ કરતો અને મૂળ અલીરાજપુર (એમપી) નો યુવાન રંગપર ગામે વાડી વિસ્તારમાં હતો ત્યારે ગઇકાલે માવઠા દરમિયાન વીજળી પડવાથી તે યુવાનનું મોત નીપજ્યું હોવાનું હાલ મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે તા.૧૪-૫ ના સાંજના સમયે ભારે પવન અને વાવાઝોડા બાદ કરા સાથે વરસાદ પડ્યો હતો અને તે દરમિયાનમાં ગાજવીજ સાથે વીજળી પડી હતી.જેથી રંગપર ગામે વીજળી પડતા વાડીએ રહીને ખેતી કામ કરતા યુવાનનું મોત થયેલ છે. આ બાબતે દિલીપભાઈ કનુભાઈ ખરાડીયા જાતે ભીલ (ઉમર ૩૨) હાલ રહે.નીચી માંડલ ગામની સીમમાં જશુભાઈ પટેલની વાડીએ મૂળ રહે.બડીપોળ આઝાદનગર જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાએ આવીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, તેનો નાનો ભાઈ ઇશ્વરભાઇ કનુભાઈ ખરાડીયા જાતે ભીલ (ઉમર ૧૯) હાલ રહે.હરજીવનભાઈ પટેલની વાડીએ રંગપર (બેલા) તા.જી.મોરબી મૂળ રહે.બડીપોળ આઝાદનગર ભાંભરા અલીરાજપુર મધ્યપ્રદેશ વાળો રંગપર ગામે હરજીવનભાઈ પટેલની વાડીએ હતો ત્યારે તા.૧૪ ના સાંજના સમયે થયેલ વાવાઝોડા બાદના વરસાદ સમયે રંગપર ગામે વીજળી પડી હતી અને વીજળી પડવાના લીધે વાડીએ રહેલ ઈશ્વરભાઈ કનુભાઈ ખરાડીયા (૧૯) નામના અપરણિત ભીલ યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવની જાહેરાત થતા મોરબી તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર તથા સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં આ બાબતે તાલુકા પોલીસ મથક ખાતે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તજવીડ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

બાળક સારવારમાં

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા પરિવારનો કાર્તિક ધનશીભાઈ કનેસ નામનો બે વર્ષનો બાળક ટીંબડી ગામના પાટીયા પાસે રોડ નજીક રમી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં કાર્તિક ધનશીભાઈને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયો હતો.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બનાવની નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી.

ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા ખાતે રહેતા કાજલબેન હરેશભાઈ કુંઢીયા (ઉમર ૨૫) એ તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું.જેથી તેઓને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મંગલમ હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ ટંકારા પોલીસ મથકનો હોય આગળની તપાસ અર્થે ત્યાં જાણ કરી હતી.




Latest News