વાંકાનેરના કાનપર ગામે રમતા રમતા બોલ વાગતા પડી ગયેલા દોઢ વર્ષના બાળકનું મોત
મોરબીની મચ્છુ નદીમાં ડુબી ગયેલ બે તરૂણ-એક યુવાનમાંથી બે ના મૃતદેહ મળ્યા: NDRF-SDRF સહિતની ટીમો રેસ્ક્યુમાં ઉંધામાથે
SHARE
મોરબીની મચ્છુ નદીમાં ડુબી ગયેલ બે તરૂણ-એક યુવાનમાંથી બે ના મૃતદેહ મળ્યા: NDRF-SDRF સહિતની ટીમો રેસ્ક્યુમાં ઉંધામાથે
મોરબી નજીકના સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ન્હાવા માટે સાત મિત્રો ગયા હતા દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે બે કૌટુંબિક ભાઈ અને ભાણેજને શોધવા માટેની કવાયત ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને વહેલી સવારે ચારેક વાગ્યાના સમયે નદીમાં ડૂબી ગયેલ ત્રણ વ્યક્તિ પૈકીનાં બે ની બોડી મળી આવેલ છે જો કે, હજુ પણ એક વ્યક્તિનો કોઈ પત્તો લાગેલ નથી જેથી કરીને મોરબી અને રાજકોટની ફાયર બ્રિગેડની ટીમ તેમજ હળવદના તરવૈયાઓની ટીમ અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ બોલાવીને હાલમાં રેસક્યું ઓપેશન કરવામાં આવી રહ્યું છે
મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા એક જ કુટુંબના પાંચ તરુણ અને તેની સાથે અન્ય બે આમ કુલ મળીને સાત વ્યક્તિઓ સ્વિમિંગ પુલમાં ન્હાવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તેઓ સ્વિમિંગ પૂલમાં જવાના બદલે મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં હાલમાં મચ્છુ બે ડેમમાંથી પાણી છોડ્યું છે જેથી કરીને પાણીની આવક હોય ત્યાં ન્હાવા માટે તે પહોંચ્યા હતા ત્યારે પરમાર ચિરાગ તેજાભાઈ (૨૦) નામનો યુવાન પાણીમાં પડતાની સાથે જ તે તણાવવા લાગ્યો હતો જેથી કરીને તેને બચાવવા માટે થઈને ભંખોડીયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (૧૬) નામનો તરુણ પાણીમાં પડ્યો હતો અને તે પણ તણાવવા લાગતા તેને બચાવવા માટે ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (૧૭) નામનો તરુણ પાણીમાં પડ્યો હતો
આ ત્રણેય મચ્છુના પાણીમાં તા ૧૫/૫ ના રોજ બપોરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ડુબી ગયા હતા જેથી તેને શોધવા માટે થઈને મોરબી નગરપાલિકાની ટીમને જાણ કરી હતી અને ફાયરની ટિમ બપોરના ૧૨:૩૦ વાગ્યાથી મચ્છુ નદીમાં શોધખોળ કરી રહી છે પરંતુ મોડી રાત સુધી પાણીમાં ડૂબી ગયેલ ત્રણ પૈકીનાં એકપણ વ્યક્તિનો પત્તો લાગેલ ન હતો વધુમાં મોરબીના પ્રાંત અધિકારી સુનિલ પરામારે જણાવ્યુ હતું કે, મોરબી ઉપરાંત રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે તેની સાથોસાથ હળવદના તરવૈયાઓને પણ રેસ્ક્યૂની કામગીરી માટે બોલાવવામાં આવ્યા છે અને વહેલામા વહેલી તકે પાણીમાં ડૂબેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે થઈને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે
જો કે, મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલા ત્રણેય વ્યક્તિઓને શોધવા છતાં મોડી રાત સુધી કોઈ પત્તો લાગેલ ન હતો જેથી કરીને ગાંધીનગરથી એનડીઆરએફ અને બનાસકાંઠાથી એસડીઆરએફની એક એક ટીમ મોરબી મોકલાવવામાં આવેલ છે તેવામાં નદીમાં ડૂબી ગયેલા ત્રણ પૈકીનાં ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (૧૭)નો મૃતદેહ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં નદીના પાણીમાંથી મળી આવેલ છે ત્યાર બાદ સવારે પોણા દસેક વાગ્યાના અરસામાં પરમાર ચિરાગ તેજાભાઈ (૨૦) નામના યુવાનો નદીમાંથી મૃતદેહ મળી આવેલ છે અને આજે સવારથી મોરબી તેમજ રાજકોટ ફાયર વિભાગની ટીમ અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો દ્વારા નદીમાં ડૂબેલા ત્રણ પૈકીનાં બાકી રહેલા એક વ્યક્તિને શોધવા માટે રેસ્ક્યુનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે વધુમાં સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે એક જ પરિવારના બે તરુણ અને તે જ પરિવારનો ભાણેજ મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલ છે જેથી કરીને પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું છે
આ ઘટના વિશે મળતી માહિતી મુજબ ઘરેથી તરુણ અને તેની સાથે રહેલ યુવાન સ્વિમિંગ પૂલમાં ન્હાવા જવા માટે નીકળ્યા હતા જોકે તેઓ મચ્છુ નદીમાં ન્હાવા માટે પહોંચ્યા હતા ત્યારે ચાર તરુણ નદીમાં પાણીમાં ઉતર્યા જ ન હતા જોકે એક યુવાન અને બે તરુણ જે પાણીમાં ઉતર્યા હતા તે ત્રણેય મચ્છુ નદીમાં વહેતા પાણીમાં તણાવવા લાગ્યા હતા અને જોત જોતામાં પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયેલા આ ત્રણેય કૌટુંબિક ભાઈઓને શોધવા માટે થઈને ફાયર અને તરવૈયાઓની ટીમ કવાયત કરી રહી છે અને બે બોડી પાણીમાંથી મળી આવેલ છે જો કે, હજુ પણ પાણીમાં ડૂબેલા ત્રણ પૈકીનાં એક નો પત્તો લાગેલ નથી જેથી તેને શોધવા માટેની કામગીરી ચાલી રહી છે અને બીજી બાજુ મચ્છુ બે ડેમમાંથી જે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું હતું તે પ્રવાહને પણ ગઇકાલે સાંજે ૬ વાગ્યેથી બંધ કરવામાં આવ્યો છે જેથી કરીને હવે નદીમાં પાણીનું લેવલ ઘટવા લાગ્યું છે