વાંકાનેરના કાનપર ગામે રમતા રમતા બોલ વાગતા પડી ગયેલા દોઢ વર્ષના બાળકનું મોત
SHARE
વાંકાનેરના કાનપર ગામે રમતા રમતા બોલ વાગતા પડી ગયેલા દોઢ વર્ષના બાળકનું મોત
વાંકાનેર તાલુકાના કાનપર ગામે રમતા રમતા દોઢ વર્ષના બાળકને દડો વાગતા તે પડી ગયો હતો અને તે બેભાન થઈ જતા તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે રહેતા હરસુરભાઈ ઉર્ફે રાહુલભાઈ ખરાનો દોઢ વર્ષનો દીકરો પ્રભાત રમતો હતો ત્યારે રમતા રમતા તેને બોલ (દડો) વાગી જતા તે બેભાન થઈને પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે
યુવાનનું મોત
વાંકાનેર નજીક ચંદ્રપુર બસ સ્ટેશન પાસેથી મહેશ ઉર્ફે મયલો બાબુભાઈ જખવાડિયા જાતે કોળી (૪૫) રહે. વાંકાનેર જીનપરા શેરી નં-૧૨ વાળાને 108 મારફતે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન કોઈ પણ કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી