હળવદ નજીકથી કતલખાને લઈ જતાં ઘેંટા ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: બેની શોધખોળ
SHARE









હળવદ નજીકથી કતલખાને લઈ જતાં ઘેંટા ભરેલ રિક્ષા સાથે બે પકડાયા: બેની શોધખોળ
હળવદ તાલુકાની મોરબી ચોકડી પાસેથી પસાર થતી સીએનજી રીક્ષામાં સાત ઘેટાને ભરીને કતલખાને લઈ જતા હતા જે રીક્ષાને રોકવામાં આવી હતી અને ત્યારે રિક્ષામાં ઘાસચારાની કે અન્ય કોઈ સુવિધા ન હતી અને ઘેટાને ધ્રાંગધ્રા તાલુકાનાં ગામડામાંથી ખરીદી કરીને કતલખાને મોરબી લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતના સાત નંગ ઘેટાં બચાવવામાં આવ્યા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ગુનો નોંધાયેલ છે જે પૈકીના બે આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદની સોનીવાડમાં રહેતા કિરણકુમાર રજનીકાંતભાઈ પંડ્યા (૩૮)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીતુભાઈ દેવાભાઈ સલાટ, રાજુભાઈ દેવાભાઈ સલાટ, છેલાભાઈ ભરવાડ અને ઈસ્માઈલભાઈ મુસાભાઇ ખાટકીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદની મોરબી ચોકડી પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૩૩૦ પસાર થતી હતી જેને રોકવામાં આવી ત્યારે તેમાંથી સાત નંગ ઘેટા મળી આવતા ૧૪,૦૦૦ રૂપિયાની કિંમતના અબોલ જીવને રિક્ષામાં બેઠેલ જીતુભાઈ સલાટ અને રાજુભાઈ સલાટ છેલાભાઈ ભરવાડ પાસેથી ખરીદી કરીને ઇસ્માઈલભાઈ ખાટકીને વેચાણ કરવા માટે જઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે કિરણકુમાર પંડ્યાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જીતુભાઈ દેવાભાઈ સલાટ (૩૯) તથા રાજુભાઈ દેવાભાઈ સલાટ (૪૧) રહે. બંને નવા જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને છેલાભાઈ ભરવાડ રહે. કોપરણી તાલુકો ધાંગધ્રા તેમજ ઈસ્માઈલભાઈ મુસાભાઇ ખાટકી રહે. મોરબી વાળાના નામ સામે આવ્યા હોય તે બંનેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
