વાંકાનેર પાસે હિટ એન્ડ રન : પ્રદીપ ભોજવીયાનું મોત
SHARE









વાંકાનેર પાસે હિટ એન્ડ રન : પ્રદીપ ભોજવીયાનું મોત
23 વર્ષીય મૃતક બાઈક પર જતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઈ ફરાર થતા ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવારમાં દમ તોડ્યો
વાંકાનેર પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં પ્રદીપ ચંદુલાલ ભોજવીયા(ઉ.વ.23) નું મોત થયું હતું. મૃતક બાઈક પર જતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઈ ફરાર થતા, ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવારમાં દમ તોડ્યો હતો.
આ અંગે વાંકાનેર સિટી પોલીસના સૂત્રોએ માહિતી આપી કે, ગઈકાલે બપોરે 3 વાગ્યે વાંકાનેર નજીક ધુવા ગામ પાસે એક યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન પડેલ હોવાની જાણ થતાં 108 મારફત લોકો-રાહદારીઓએ તેને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડેલ. જ્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ. પોલીસે તપાસ હાથ ધરતા આ યુવાનનું નામ પ્રદીપ ભોજવીયા હોવાનું જાણવા મળેલ. જેથી તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. સારવારમ યુવાને દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
