અગાભી પીપળીયામાં વીજળી ખાબકતા સાત બકરાના મોત
SHARE









અગાભી પીપળીયામાં વીજળી ખાબકતા સાત બકરાના મોત
ભારે પવન ફુંકાતા વાડી વિસ્તારમાં અનેક મકાનોના પતરા ઉડયા
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 7 બકરાના મોત નિપજેલ છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં અનેક જગ્યાએ પતરા પણ ઉડયા હતાં. તાલુકાના અગાભી પીપળીયા ગામે પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો. આ વેળાએ ગામના સિમ વિસ્તારમાં વીજળી પડવાથી મૈસૂરભાઈ હુકાભાઈના 7 જેટલા બકરાના મોત થયા છે.આ સાથે વાડી વિસ્તારમાં અમુક જગ્યાએ પતરા સહિતની વસ્તુઓ ઉડી ગઈ હતી.તેમ ગામના આગેવાન શિવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું
