મોરબીથી ૨૪૮ દિવંગતોના અસ્થિ લઈ જઈને સોમનાથ ત્રિવેણી સંગમે સામૂહિક વિસર્જન કરાયું
મોરબીના ત્રિલોકધામ મંદિરે રુદ્રયાગ યજ્ઞ, રામનગરમાં ભવાઈ અને ઉમિયા માતાજી મંદિરે સુંદરકંડનું આયોજન
SHARE
મોરબીના ત્રિલોકધામ મંદિરે રુદ્રયાગ યજ્ઞ, રામનગરમાં ભવાઈ અને ઉમિયા માતાજી મંદિરે સુંદરકંડનું આયોજન
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિર ખાતે રુદ્રયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા૧૮/૫ ના રોજ ૨૩ માં પાટોત્સવ પ્રસંગે રુદ્ર યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે ૧૨ વાગ્યે બીડું હોમવામાં આવશે અને સાંજે ૬:૧૫ કલાકે મહાઆરતી અને ત્યાર બાદ ૭:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે જેથી કરીને મોરબી શહેરની જાહેર જનતાને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે ત્રિલોક ધામ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે
ઉમિયા માતાજી મંદિર
મોરબીના શનાળા નજીક આવેલ ઉમિયા માતાજી મંદિર ખાતે રામ, લક્ષ્મણ, જાનકીજી પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે તા. ૨૧ ને મંગળવારે સાંજે ચાર કલાકે આનંદનો ગરબો અને મારુતિ સુંદરકંડનું મહિલા મંડળના પ્રમુખ રમાબેન આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૭ કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા આયોજકોએ જણાવ્યું છે
રામનગર (ઝીકીયારી)
મોરબીના રામનગર (ઝીકીયારી) ગામે આગામી તા. ૨૦ ને સોમવારે રાત્રે ૯ કલાકે ભવાઈનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં ભગવતી આશ્રિત નકલંક ભવાઈ મંડળના નાયક અમુભાઈ વ્યાસ, રાજુભાઈ વ્યાસ સહિતના કલાકારો ભવાઈ રજૂ કરશે. અને કવિરાજ અશોકભાઈ વ્યાસ (રાસંગપરવાળા) લોક સાહિત્યની જમાવટ કરશે જેથી તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.
નવરંગા માંડવાનું આયોજન
મોરબીના શનાળા ગામે આવેલ લીમડાવાળી મેલડી માતાજીના મંદિરે તા. ૧૬ 16 ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ધ્વજારોહણ, અમૃત શાંતિ હવન તથા માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ૪:૧૫ કલાકે માતાજીની શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે મહાઆરતી અને ૮:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાયો હતો અને રાતે ૯:૩૦ કલાકે ડાક-ડમરૂનો કાર્યક્રમ યોજાશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે









