મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીથી ૨૪૮ દિવંગતોના અસ્થિ લઈ જઈને સોમનાથ ત્રિવેણી સંગમે સામૂહિક વિસર્જન કરાયું


SHARE





મોરબીથી ૨૪૮ દિવંગતોના અસ્થિ લઈ જઈને સોમનાથ ત્રિવેણી સંગમે સામૂહિક વિસર્જન કરાયું

મોરબી જલારામ મંદીરના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યુ હતું મોરબીના જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૬ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતોના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવા મા આવ્યુ હતુ. આ ભગીરથ કાર્યમા સંસ્થાના ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, કૌશિકભાઈ હરકાંતભાઈ વ્યાસ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રાચ્છ, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કૌશલભાઈ જાની, વિપુલભાઈ પંડિત સહીતના અગ્રણીઓ જોડાયા હતા.




Latest News