મોરબી તાલુકામાં ખેડૂતોને ૭-૧૨ના દાખલા લેવામાં પડતી હાલાકી દૂર કરવા ગ્રાહક સુરક્ષા મંડળની કલેકટરને રજુઆત
SHARE








મોરબી તાલુકામાં ખેડૂતોને ૭-૧૨ના દાખલા લેવામાં પડતી હાલાકી દૂર કરવા ગ્રાહક સુરક્ષા મંડળની કલેકટરને રજુઆત
મોરબી તાલુકામાં રેવન્યુ વિભાગમાં સર્વેયરની અનીયમતતા છે જેથી કરીને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ખેડૂતોને ૭-૧૨ના પાનિયા (દાખલા) કઢાવવા માટે જે હેરાનગતિનો સામનો કરવો પડે છે તેને નિવારવા માટે મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કલેક્ટરને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ચોમાસાની સિઝન માથે આવી રહી છે. ત્યારે ખેડૂતો બેંક તથા મંડળીમાં દેવુ નવા જુના કરવાનું હોય સેવા સદનમાં સર્વેયર મંદગતીએ ચાલે છે. ૭-૧૨ ના પાનીયા કઢાવવા માટે ખેડૂતો આખો દિવસ બગાડે તો પણ કામ પૂરું થતું નથી અને બેંક ૭-૧૨ ના પાનીયા મામલતદાર કચેરીમાંથી કઢાવો તો જ ચલાવે છે. જો ગ્રામપંચાયતના મંત્રી પાનીયાં કાઢી આપે તેમાં મામલતદાર કાઉન્ટર સહી કરીને આપે તો પણ તેને ચલાવતા નથી. આ બાબતમાં બેંક તેની મનમાની કરી રહી છે જેથી કરીને કલેકટર તંત્રએ બેંક મંડળીમાં જાણ કરવી જોઇએ કે, મામલતદારની કાઉન્ટર સાઈન વાળા ૭-૧૨ ના પાનીયા (દાખલા) ચલાવવા જોઇએ. હાલ ખેડૂતોને નવા-જુના દેણા કલીયર કરવાના હોય અને બીયારણ, ખાતરની ખરીદી કરવાની હોય છે ત્યારે ઘણી તકલીફ પડી રહી છે જેથી કરીને આ બાબતે એક જ કોમ્પ્યુટરને બદલે ચારથી પાંચ કોમ્પ્યુટર મૂકીને ખેડૂતના હીતમાં ઝડપથી કામ કરવું જોઇએ

