મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
SHARE









મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધનું મોત
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નાગડાવાસ ગામે રહેતા વૃદ્ધ બાઇક લઈને મોરબી આવી રહ્યા હતા ત્યારે મોરબી નજીક પરમેશ્વર વે બ્રિજ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી વી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના નાગડાવાસ ગામે રહેતા મેણંદભાઈ રવાભાઈ કુવાડીયા (૬૪)ના વૃદ્ધ બાઈક લઈને ખેતી કામ માટે થઈને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ મોરબી નજીક પરમેશ્વર વે બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેમનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવેલ છે
બાઇક સ્લીપ
રાજકોટ નજીક આવેલ પીપરડી ગામે રહેતા કાળુભાઈ બેચરભાઈ પરમાર (૭૦) નામના વૃદ્ધ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે સીએનજીના પંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક કોઈ કારણસર અકસ્માત સ્લીપ થઈ ગયું હતું અને કાળુભાઈને ઇજા થઇ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

