હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારા, બગથળા અને લાલપર પીએચસીમાં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ


SHARE













મોરબી જિલ્લાના ટંકારા, બગથળા અને લાલપર પીએચસીમાં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીનાં તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યસરકાર ના આદેશ અનુસાર જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતા દવેની સૂચના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી. બાવરવા અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેષના માર્ગદર્શન હેઠળ વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં મિટિંગ યોજી લોકોને હાઇપર ટેન્શન અંગે આરોગ્ય શિક્ષણ આપી જાગૃત કરાયા હતા આ ઉજવણીમાં લોહીનું દબાણ શું છે ? તેના લક્ષણો વિશે અને કોને શક્યતાઓ વધારે છે ? અને લોહીના દબાણને થતું કેમ ન અટકાવી શકાય ? ૩૦ વર્ષથી ઉપરના લાભાર્થીને એક વાર NCD સ્ક્રીનીગ કરાવવા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું
બગથળા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડૉ. હિરેન પી. વાંસદડીયાના માર્ગદર્શન હેઠળ તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરના આરોગ્ય કર્મચારી કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશાબેન દ્વારા હાઇપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં લોહીનું દબાણ શુ છે? તેના લક્ષણો વિશે અને કોને શક્યતાઓ વધારે છે? અને લોહીના દબાણને થતુ કેમનું અટકાવી શકાય ? 30 વર્ષથી ઉપરના લાભાર્થીને એક વાર એન. સી.ડી સ્કીનીગ કરાવવા વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.
લાલપર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત લાલપરના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, અમિતાબેન મૂછડીયાના માર્ગદર્શન હેઠળ દિલીપ દલસાણીયા તેમજ અન્ય સ્ટાફ દ્વારા આરોગ્ય કેન્દ્રના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.






Latest News