મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર ગુમા થવાના ગુનામાં પકડાયેલા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મોરબીની માધાપરવાડી શાળાના 800 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ અર્પણ કરીને જન્મ દિન ઉજવાયો મોરબી જિલ્લાના વિકાસ કામો અને ચાંદીપુરા વાઈરસ સંદર્ભે સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા મોરબી વન વિભાગની ચેર રેંજ દ્વારા મોટી બરારની શાળામાં વિશ્વ મેંગ્રુવ  દિન ઉજવાયો મોરબીના એસપી રોડે બહુમાળીમાં ઘરના સભ્યોને જમવાનું આપવા ગયેલ બાળક પાંચમા માળેથી નીચે પડતાં મોત વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં પત્ની સાથે વતનમાં જવા બાબતે મનદુખ થતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું મોરબીના મહેન્દ્રનગર પાસે બહુમાળીમાં કામ સમયે માથે ઈંટ પડતાં ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના યુવાને હાથ ઉછીની લીધેલ સાડા ચાર લાખની ટંકારા પાસે પઠાણી ઉઘરાણી કરીને ફડાકા ઝીક્યા, મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના યુવાને હાથ ઉછીની લીધેલ સાડા ચાર લાખની ટંકારા પાસે પઠાણી ઉઘરાણી કરીને ફડાકા ઝીક્યા, મારી નાખવાની ધમકી

ટંકારા મોરબી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપથી આગળના ભાગમાં પસાર થયેલા યુવાને એક વ્યક્તિ પાસેથી હાથ ઉછીના સાડા ચાર લાખ રૂપિયા લીધેલા હતા જે વ્યક્તિએ તેની પાસે રૂપિયા પાછા માંગતા ફરિયાદીએ થોડા સમયમાં રૂપિયા આપવાનું કહ્યું હતું જે તેને સારું નથી લાગતા ચાર વ્યક્તિ બે કારમાં આવ્યા હતા અને ફરિયાદી તેમજ સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારબાદ રૂપિયા ઉછીના આપનાર વ્યક્તિએ ફરિયાદીને બે ત્રણ લાફા ઝીકી દિધા હતા અને રૂપિયા પાછા આપી દેજે નહિતર જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશીપ એ-૩૦૩ માં રહેતા જતીન મનસુખભાઈ દેસાઈ જાતે પટેલ (૩૧)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇન્દ્રજીતસિંહ જાડેજા, દિવ્યેશભાઈ પટેલ, અજીતસિંહ ઝાલા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારા મોરબી રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલિયમના પંપથી આગળના ભાગમાં તે પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી ઇન્દ્રજીતસિંહ જાડેજા કે જેની પાસેથી તેણે હાથ ઉંછીના સાડા ચાર લાખ રૂપિયા લીધેલા હતા તે પાછા માંગ્યા હતા અને તે પૈસા થોડા સમય પછી આપશે તેવું ફરિયાદીએ કહ્યું હતું જે તેમને સારું નહીં લાગતા ક્યારેય આરોપીઓ આઇ-૨૦ ગાડી નંબર જીજે ૩૬ આર ૪ અને સ્વીફટ ગાડી નંબર જીજે ૩૬ આર ૧૦૦ લઈને આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારે ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ફરિયાદીને બે ત્રણ ફડાકા જીકી દીધા હતા અને રૂપિયા પાછા આપી દેજે નહિતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે




Latest News