મોરબી: દીકરીનું અપહરણ કરનારા યુવાનના બનેવી સહિત બે વ્યક્તિનું અપહરણ-ખંડણીના ગુનામાં મુખ્ય સુત્રાધાર સહિત ત્રણ આરોપીની ધરપકડ
SHARE
મોરબી: દીકરીનું અપહરણ કરનારા યુવાનના બનેવી સહિત બે વ્યક્તિનું અપહરણ-ખંડણીના ગુનામાં મુખ્ય સુત્રાધાર સહિત ત્રણ આરોપીની ધરપકડ
મૂળ એમપીના રહેવાસી યુવાનના સાળાએ યુવતીનું અપહરણ કર્યું હતું જે બાબતનો ખાર રાખીને વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરમિક કારખાનાના ગેઇટ પાસે ફોન કરીને યુવાનના બનેવીને યુવતીના પિતાએ બોલાવેલ હતો અને ત્યારે ત્યાં આવેલ બે વ્યક્તિનું ઇકો ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને આઠ શખ્સો દ્વારા તેને ઇકો ગાડીમાં લઈ ગયા બાદ લાકડી, સળિયા અને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદી યુવાનના ફોનમાંથી તેના પરિવારજનોને ફોન કરીને પૈસાની માગણી કરી હતી અને પૈસા નહિ આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અનો આ ગુનામાં ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના નવલપુરાના રહેવાસી વિકાસ ગુડ્ડા બારેલા જાતે ભીલ (૨૨) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રણજિત દોલા વસુનીયા જાતે ભીલ, સંગ્રામ છગન કટારા રહે. આનંદખેડી, લવકુશ રામા મેડા રહે. હનુમન્તિયાકાગા અને રામકિશન નામાલુમ તેમજ અજાણ્યા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપી રણજીતની દીકરી આશાનું અપહરણ ફરિયાદીના સાળાએ કરેલું છે અને તે મળી ગયેલ છે તેમ કહીને ફરિયાદી યુવાનને ફોન કરીને સરતાનપર રોડ ઉપર આવેલ લેન્ડ ગ્રીસ ટાઈલ્સ ફેક્ટરીના ગેટ પાસે બહાર બોલાવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી વિકાસ અને તેની સાથે આવેલ સોનુ બંનેનું બળજબરીપૂર્વક ઈકો ગાડીમાં રણજીત, સંગ્રામ અને લવકુશે અપહરણ કર્યું હતું અને ત્યારબાદ આગળ જઈને આ ઈકો ગાડીમાં ચાર અજાણ્યા શખ્સો બેઠા હતા અને આરોપી રણજીતના ગામ લઈ જઈને વિકાસ તથા સોનુને લાકડી, સળિયા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં પરંતુ ફરિયાદી યુવાનના ફોનમાંથી તેના પરિવારજનોને ફોન કરીને રૂપિયાની માંગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ.ભરગા અને તેની ટીમ ચલાવી રહી હતી દરમિયાન આ ગુનામાં મુખ્ય આરોપી રણજીત દોલુ વસુનીયા જાતે ભીલ રહે દોલતપુરા તાલુકો સરદારપુરા જિલ્લો ધાર મધ્યપ્રદેશ, સંગ્રામ છગનલાલ કટારા જાતે ભીલ રહે આનંદ ખેડી તાલુકો સરદારપુર જીલ્લો ધાર મધ્યપ્રદેશ અને લવકુશ ઉર્ફે લોકેશ રામજી મેડા જાતે ભીલ રહે હનુમતીયા ફાગ તાલુકો સરદારપુર જીલ્લો ધાર મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ ઇકો ગાડી નંબર એમપી ૧૧ સીસી ૭૬૮૪ જેની કિંમત ચાર લાખ નો મુદ્દામલ પણ કબજે કરવામાં આવ્યો છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે