વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો


SHARE







મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઇ રહેલા યુવાનને અગાઉ થયેલ માથાકૂટની જૂની અદાવત રાખીને ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુ અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને માથામાં ઇજા થઇ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને તે યુવાનને માથામાં બે ટાંકા આવ્યા હતા જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ હાલમાં ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ લાયન્સનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા અમિતભાઈ દિલીપભાઈ સારડા જાતે કોળી (૨૦) નામના યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રુદ્રસિંહ દરબાર રહે લાયન્સનગર વીસીપરા મોરબી, વીરુ દરબાર રહે. લાયન્સનગર વીસીપરા મોરબી અને સૂદો પટેલ રહે રણછોડનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ત્રણેય આરોપીઓ સાથે અગાઉ થયેલ માથાકૂટની જૂની અદાવત રાખીને રુદ્રસિંહએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ સુદો પટેલએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને વીરુ દરબારે તેની પાસે રહેલ પાઇપ વડે માર મારીને માથામાં ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં ફરિયાદી યુવાનને માથામાં બે ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ આ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News