મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાંથી ૨૮ તોલા સોનાના દાગીના અને રોકડા ૬ લાખ મળીને ૨૫ લાખના મુદામાલની ચોરી: પોલીસના નાઈટ પેટ્રોલીંગના ધજાગરા


SHARE











મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાંથી ૨૮ તોલા સોનાના દાગીના અને રોકડા ૬ લાખ મળીને ૨૫ લાખના મુદામાલની ચોરી: પોલીસના નાઈટ પેટ્રોલીંગના ધજાગરા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં તસ્કરોએ રાત્રિના સમયગાળા દરમિયાન ધામા નાખ્યા હતા અને ત્યાં પૂર્વ સરપંચ સહિત ત્રણ વ્યક્તિઓના મકાનને નિશાન બનાવ્યા હતા જોકે બે મકાનમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ થયા હતા પરંતુ તસ્કરોએ પૂર્વ સરપંચના મકાનને નિશાન બનાવીને ઘરની અંદર પ્રવેશ કરી ઘરમાં રાખેલ કબાટ અને સેટીના માલ સમાનને વેરવિખેર કરી નાખીને ઘરમાંથી રોકડા રૂપિયા ૬ લાખ તથા ૨૮ તોલા સોનાના દાગીના આમ કુલ મળીને અંદાજે ૨૫ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમ દોડતી થઈ ગયેલ છે અને રાત્રી દરમિયાન કરવામાં આવેલ આ લાખો રૂપિયાના મુદામાલની ચોરીના ગુનામાં ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટે અને ચોરી કરીને નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગની મોટી મોટી વાતો કરવામાં આવે છે જોકે મોરબી જિલ્લામાં ચોરી, ચોરીનો પ્રયાસ, લૂંટ અને લૂંટનો પ્રયાસ વિગેરે જેવી ઘટનાઓ અવારનવાર રાત્રિના સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારની અંદર બનતી હોય તેવું જોવા મળતું હોય છે તેવામાં જો વાત કરીએ તો મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં આજે રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ મળીને ત્રણ મકાનોને આ તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં તકરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયા, મગનભાઈ શેરસિયા અને હરેશ નરભેરામભાઈ સાણજા મકાનને નિશાન બનાવ્યા હતા અને વધુમાં ગ્રામજનો પાસેથી મળતી વિગત પ્રમાણે હરેશ નરભેરામભાઈના મકાનમાં બારી તોડતા હતા તસ્કરો ત્યારે અવાજ આવવાના કારણે લોકો જાગી જતા તે અંધારાનો લાભ લઈને નાસી છુટ્યા હતા જોકે મગનભાઈ શેરસિયાના ઘરમાં બારીની ગ્રીલ તોડીને પ્રવેશ કરીને ૩૦૦ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી અને કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયાના મકાનને નિશાન બનાવીને તેના ઘરમાંથી રોકડા રૂપિયા ૬ લાખ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે

હાલમાં જાણવા મળી રહેલ વિગત મુજબ જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયા (૬૮) ના રહેણાંક મકાનને નિશાન બનાવીને તકરોએ પાછળનો દરવાજો તોડીને હોલમાં પ્રવેશ કર્યો હતો જોકે હોલનો દરવાજો ખુલ્યો ન હતો જેથી કરીને આ તસ્કરોએ ઘરની અંદર આગળના ભાગેથી દિવાલ કૂદીને આવ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ શખ્સોએ ઘરની અંદર રાખવામાં આવેલ પેટી પલંગ જેવી સેટિ તથા કબાટના માલ સમાનને વેર વિખેર કરી નાખ્યો હતો અને તેમાં રાખેલ રોકડા રૂપિયા ૬ લાખ તથા બે ડોકિયા, પાંચ નંગ સોનાની બુટ્ટી, ૬ સોનાની વીંટી, બે સોનાના ચેન, ચાર સોનાની બંગડીમ સાડા ત્રણ તોલાનું સોનાનું કડુ, ત્રણ તોલાની સોનાની વીંટી, સોનાના ચાર તોલાથી વધુના ત્રણ ચેન આમ કુલ મળીને સોનાના અંદાજે ૨૮ તોલાના દાગીના તસ્કરો લઈ ગયેલ છે એટલે કે સોનાની વર્તમાન કિંમત મુજબ હિસાબ કરવામાં આવે તો અંદાજે ૨૫ લાખથી વધુના મુદ્દામાલની જેપુર ગામના પૂર્વ સરપંચના મકાનના અંદરથી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવેલ છે તેવી વિગતો સામે આવી રહી છે

વધુમાં ગામના લોકો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે રાત્રિના અંધારામાં ચોરીની આ ઘટનાને અંજામ આપવા માટે થઈને લગભગ બે શખ્સો ગામમાં આવ્યા હોય તેવી ચર્ચા થઈ રહી છે જોકે ચોરીની આ ઘટના સામે આવતા હાલમાં પોલીસ તંત્રને દોડતું થઈ ગયું છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ, એલસીબીની ટીમ તેમજ ડોગ સ્કવોડની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ ડોગ સ્કવોડની ટીમને સાથે રાખીને તસ્કરોનું પગેરું મેળવવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને બીજી બાજુ ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, પૂર્વ સરપંચના ઘરમાં ચોરી કરવામાં આવી હતી ત્યારે પૂર્વ સરપંચ અને તેના પત્ની બહારના ભાગે ઘરમાં ફળિયામાં સૂતા હતા અને તેના બે દીકરા ગાશી ઉપર સૂતા હતા તેઓને સૂતા રાખીને તસ્કરો ઘરમાં આવીને ૨૫ લાખથી વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ લઈને નાસી ગયેલ છે તેને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે






Latest News