મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો
હળવદના માથક ગામે વાડાની જમીન નામે ચડાવવા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી ઉપર પિતા પુત્રએ કર્યો છરી વડે હુમલો
SHARE






હળવદના માથક ગામે વાડાની જમીન નામે ચડાવવા ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી ઉપર પિતા પુત્રએ કર્યો છરી વડે હુમલો
હળવદ તાલુકાના માથક ગામે તલાટી તરીકે ફરજ બજાવતા યુવાન ઉપર ગ્રામ પંચાયત કચેરીમાં વાડાની જમીન નામે ચડાવી દેવા બાબતે પિતા અને પુત્રએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારે ગાળો આપીને છરી વડે હુમલો કર્યો હતો જેમાં તલાટીને ડાબા હાથની કોણીના ભાગે છરી મારીને ઇજા કરી હતી તેમજ મોઢા ઉપર ડાબી આંખમાં મુકો મારીને ઇજા કરતાં ઇજા પામેલ તલાટીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાંથી સારવાર લીધા બાદ તેણે બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રબારીવાસમાં રહેતા અને માથક ગામે ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ કરમશીભાઈ આલ જાતે રબારી (૪૫)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા અને તેના દીકરા મિતરાજસિંહ હરપાલસિંહ રહે. બંને માથાક વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર હતા ત્યારે હરપાલસિંહ ઝાલાએ ત્યાં આવીને માથક ગામમાં આવેલ વાડાની જગ્યા પોતાના નામે ચડાવી દેવા બાબતે તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી ત્યારે ફરિયાદી યુવાને ગાળો આપવાની ના પાડતા હરપાલસિંહ ઝાલાએ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને તેના હાથને પકડી રાખતા ઝપાઝપી થઈ હતી ત્યારે ત્યાં હાજર રહેલ મિતરાજસિંહ ઝાલાએ ફરિયાદીને ડાબી આંખના ભાગે મોકો મારીને ઇજા કરી હતી અને ત્યારબાદ હરપાલસિંહ ઝાલાએ તેના પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા હાથની કોણી પાસે ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ તલાટીએ સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૩૩, ૩૩૨, ૩૫૩, ૨૯૪(ખ), ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

