હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

પોલીસ ચોપડે સોનાનો ભાવ ઘટી ગયો ?: મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાંથી ૯.૬૨ લાખનો મુદામાલ ચોરાયો !


SHARE













પોલીસ ચોપડે સોનાનો ભાવ ઘટી ગયો ?: મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાંથી ૯.૬૨ લાખનો મુદામાલ ચોરાયો !

મોરબીના જેપુર સોમવારે રાતે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચ સહિત પાંચ વ્યક્તિઓના મકાનને નિશાન બનાવ્યા હતા અને તસ્કરોએ પૂર્વ સરપંચના મકાનમાંથી કબાટ અને સેટીના માલ સમાનને વેરવિખેર કરી નાખીને રોકડા રૂપિયા તેમજ ૨૮ તોલા સોનાના દાગીના લઈ ગયેલ છે જેની વર્તમાન કિંમત મુજબની કુલ રકમ ૨૫ લાખ રૂપિયાથી વધુ થાય છે જો કે, પોલીસના ચોપડે સોનાની એક તોલાની કિમત ૨૫ હજાર ગણીને પોલીસે ફરિયાદ લીધેલ છે તો પણ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ,૬૨,૫૦૦ ના મુદામાલની ચોરી થઈ હોવાનો ગુનો અજાણ્યા શખ્સોની સામે નોંધાયેલ છે અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં સોમવારે રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ મળીને પાંચ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં તકરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયાના ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે અને ગામમાં ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી ગયેલ તસ્કરોનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી હાલમાં આ ઘટનામાં કુંવરજીભાઇ મહાદેવભાઇ કાવઠીયા જાતે પટેલ (૬૮)ની ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કોઇ અજાણ્યા ચોરે તેના રહેણાંક મકાનમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલી કીંમતી ચીજવસ્તુઓની ચોરી કરી છે જેમાં રોકડ રકમ આશરે ત્રણ લાખ, સોનાના બે ડોકીયા આશરે બે તોલાના ૫૦,૦૦૦, સોનાની પાંચ જોડી બુટી આશરે ચાર તોલા ૧,૦૦,૦૦૦, સોનાની વીંટી નંગ- ૬ આશરે સાડા ચાર તોલા ૧,૧૨,૫૦૦, સોનાના ચાર ચેઇન આશરે પાંચ તોલાના ૧,૨૫,૦૦૦, સોનાની બંગડી ચાર નંગ આશરે ચાર તોલા ૧,૦૦,૦૦૦, સોનાનું કડુ આશરે સાડા ત્રણ તોલાનું ૮૭,૫00, સોનાની વીંટી ત્રણ નંગ આશરે બે તોલા ૫૦,૦૦૦, સોનાનો ચેઇન આશરે દોઢ તોલાનો ૩૭,૫00 એમ કુલ મળીને આશરે રૂપીયા ૯,૬૨,૫૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે આ ઉપરાંત ગામમાં રહેતા વીરલભાઇ પ્રભુભાઇ સાણંજા, મગનભાઇ મહાદેવભાઇ સેરસીયા, હરેશભાઇ નરભેરામભાઇ સાણંજા તેમજ હરેશભાઇ ચંદુલાલભાઇ સાણંજાના ઘરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વૃદ્ધે નોંધેવાલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે

અત્રે ઉલેખનીય છે કે, સોનાની બજાર કિંમત શું છે તે બધા જ જાણે છે અને આજની તારીખે એક તોલા સોનાનો ભાવ ૭૭,૦૦૦ ચાલી રહ્યો છે ત્યારે જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયાના રહેણાંક મકાનને નિશાન બનાવીને તકરો તેના ઘરમાંથી અંદાજે ૨૫ તોલા જેટલા સોનાના દાગીના લઈ ગયેલ છે જેની વર્તમાન બજાર કિંમત ૧૯.૨૫ લાખ થાય તેમ છે અને રોકડા રૂપિયા વધુ ગયા છે જો કે, સરકારી ચોપડે કેમ ઓછી રકમ લેવામાં આવી છે તે પણ એક સવાલ છે ત્યારે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તસ્કરોને રોકવામાં નિષ્ફળ રહેલ પોલીસે ચોરીનો આંકડો નીચો લાવવા માટે સોનાની રકમ બજાર કિંમત મુજબ ન દર્શાવીને ફરિયાદ લીધેલ છે અત્રે ઉલેખનીય છે કે, રાત્રિના અંધારામાં ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી પૂર્વ સરપંચ અને તેના પત્ની બહારના ભાગે ઘરમાં ફળિયામાં સૂતા હતા અને તેના બે દીકરા ગાશી ઉપર સૂતા હતા તેઓને સૂતા રાખીને તસ્કરો ઘર સાફ કરીને ચાલ્યા ગયેલ છે ત્યારે આ આરોપીઓને પકડવા માટે હાલમાં તાલુકા પોલીસ સહિતની ટીમો દ્વારા જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવેલ છે જો કે, આરોપી કયારે પકડશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News