વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર રોડે જીજુ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE

ટંકારાના અમરાપર રોડે જીજુ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મૃતક યુવાનના કાકા ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ગોકુળનગર ભરવાડવાસમાં રહેતા કેવલભાઈ દિનેશભાઈ ઝાપડા (૧૮) નામનો યુવાન ટંકારાના અમરાપર રોડ ઉપર આવેલ જીજુ નદીના પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના કાકા ડાયાભાઈ ઘુઘાભાઇ ઝાપડા તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીમા ઝવેરી શેરી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૧૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી દિનેશભાઈ ચત્રભૂજભાઈ કારીયા જાતે લોહાણા (૬૦) રહે. ઘંટીઆપા ગ્રીન ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
Latest News