મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વિદ્યાભારતી વિદ્યાલયોના નવનિયુકત આચાર્યોને પ્રશિક્ષણ


SHARE











વાંકાનેરમાં વિદ્યાભારતી વિદ્યાલયોના નવનિયુકત આચાર્યોને પ્રશિક્ષણ

કનુભાઈ કરકરે દ્વારા ભારત માતાની કથાનું રસપાન


 વાંકાનેર ખાતે વિદ્યાભારતીના વિદ્યાલયોમાં નવનિયુકત આચાર્યોનું પ્રશિક્ષણના શિશુ મંદિરમાં થઈ રહ્યું છે તે અંતર્ગત વિદ્યાભારતીના મુખ્ય ચાર આયામો પૈકી શિક્ષણ, પ્રશિક્ષણ, સમાજ પ્રબોધન અને પ્રકાશન છે. આ ચાર આયામો થતી વિદ્યાભારતી પોતાનો મુખ્ય ઉદેશ શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનનો સિધ્ધ કરી રહી છે.

 ત્યારે નવનિયુકત આચાર્યો ભાવિ પેઢીને તૈયાર કરે તે ભાવી પેઢી હિન્દુત્વ અને રાષ્ટ્રહિત, રાષ્ટ્રનું ગૌરવ કરનારી બને દેશપ્રેમી બને એ ઉદેશથી શિક્ષણ પરિવર્તન આવશ્યક છે અને શિક્ષણ પરિવર્તન કરવા માટે વિદ્યાભારતી વિવિધ પ્રકલ્પો ચલાવી રહી છે તેવો જ નૂતન પ્રયોગ એટલે ભારત માતા કથા જે કતા દ્વારા સૌ ભારતીયો ભારત માતાના સંતાન છીએ અને મારી સમૃધ્ધિ અને વિકાસની અંદર મારા દેશનું શું યોગદાન રહેલું છે? તે વિસરાય નહીં અને ગૌરવશાળી ઈતિહાસ શું હતો? દેશ માટે પૂર્વજોએ તન, મન અને ધનથી દેશ માટે શું, શું કયુર્ં હતું? અને આપણી શું ફરજ છે? તેનો સાચો ઈચિહાસ ભારત માતા કથાના પાંચ અધ્યાયમાં સમાવિષ્ટ કરેલો છે. 

આ પાંચ અધ્યાયોને સરળ શૈલીમાં અને માર્મિક ભાષામાં વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના શિક્ષણ પ્રકોષ્ઠ પ્રમુખ કનુભાઈ કરકરે 
કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું.

 આ પ્રસંગે વિદ્યાભારતી પશ્ચિમ ક્ષેત્રના રાજસ્થાન પ્રાંતના અધિકારી રામ મનોહરજી તથા વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતના પૂર્વ છાત્ર સમિતિના સંયોજક યોગેન્દ્રસિંહ ઝાલા તેમજ સ્થાનિક વિદ્યાભારતી ટ્રસ્ટના પ્રમુખ અમરશીભાઈ મઢવી તથા યુવા સંગઠનના પ્રમુખ વિનુભાઈ રૂપારેલીયા તેમજ ટ્રસ્ટી ગણની ઉપસ્થિતિ પ્રેરક રહી હતી. આ કથાની અંદર બહોળી સંખ્યામાં વાલીગણ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News