હળવદના ચાડધ્રા ગામે દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ: ૨૪૫૫ લિટર આથો, ૪૫ લિટર દારૂ અને દારૂની નાની-મોટી ૧૮ બોટલ સાથે એકની ધરપકડ
SHARE






હળવદના ચાડધ્રા ગામે દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ: ૨૪૫૫ લિટર આથો, ૪૫ લિટર દારૂ અને દારૂની નાની-મોટી ૧૮ બોટલ સાથે એકની ધરપકડ
હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે દારૂની નાની મોટી ૧૮ બોટલો અને દેશી દારૂ તેમજ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મળી આવ્યો હતો જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એ.એન. સીસોદીયા અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે આરોપી સંજયભાઈ કાંતીભાઈ ગેડાણીના કબ્જા ભોગવટા વાળી વાડીની બાજુમાં આવેલ ખરાબામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી તથા ઈંગ્લીશદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૫,૨૬૦ નો મુદામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી
વધુમાં મળતી માહિતી મુજબ પોલીસે આરોપી સંજયભાઈ કાંતીભાઈ ગેડાણી જાતે કોળી (૨૪) રહે. રાયસંગપર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૪૫૫ લિટર આથો, દેશી દારૂ ૪૫ લિટર, ભઠીના સાધનો, દારૂની નાની ૯૬ બોટલ અને મોટી જુદીજુદી બ્રાન્ડની ૧૮ બોટલ કબ્જે કરેલ છે આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસ તેમજ અજીતસિંહ એન. સીસોદીયા, દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, બીપીનભાઈ મંગળભાઈ પરમાર, યુવરાજસિંહ નીરુભા જાડેજા, કમલેશભાઈ રાજુભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે

