ગ્રાહકોને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મૂકવાનો આગ્રહ ?: મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1716452278.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
ગ્રાહકોને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મૂકવાનો આગ્રહ ?: મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ
રાજ્યભરમાં સ્માર્ટ મીટર મૂકવા માટેનું કામ ચાલી રહ્યું છે જેની સામે લોકોમાં ભારે રોષની લાગણી છે અને ઠેરઠેર વિરોધ કરી રહયા છે ત્યારે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઊર્જા મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગ્રાહકોને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મૂકવાનો આગ્રહ રાખવામા આવી રહ્યો છે
મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ઊર્જા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કે, જૂના મીટર બદલીને તેની જગ્યાએ હાલમાં ગ્રાહકોનો મત લીધા વગર જ વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે તેમાં બિલ વધુ આવે છે. જેથી કરીને તેની સામે ગ્રાહકોને અસંતોષ છે ત્યારે ગ્રાહકોને અસંતોષ હોય તો શા માટે સ્માર્ટ મીટર મૂકવાનો આગ્રહ વીજ કંપની દ્વારા રાખવામા આવે છે ? કોઈપણ સરકારી યોજના પ્રજાને અનુકુળ ન હોય તો ફરજિયાત સ્વીકારવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં અને સ્માર્ટ મીટર લગાવતા પહેલા લોકોની સાથે પરામર્શ કરવો જોઈએ અને સેમિનાર યોજીને સરકારી યોજનાને સફળ બનાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. અને ગ્રાહકની ઈચ્છા હોય તો જ સ્માર્ટ મીટર મૂકવું જોઈએ. કેમ કે, કોઈપણ સરકારી યોજના ગ્રાહકો પર જોર જુલ્મી કરીને ઠોકી બેસાડાય નહીં. જેથી કરીને આ બાબતે યોગ્ય કરવાની માંગ સાથે ઊર્જા મંત્રીને રજૂઆત કરેલ છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)