માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની આલાપ સોસાયટી પાસે રહેતા મહિલાએ અજુગતું પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીની આલાપ સોસાયટી પાસે રહેતા મહિલાએ અજુગતું પગલું ભરી લેતા મોત

મોરબીની આલાપ સોસાયટીની પાસે આવેલ સાયન્ટિફિક વાડી રોડ ઉપર આવેલ શ્રીરામ એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ પરિવારના મહિલા ગળેફાંસો ખાઈ ગયા હતા.જેથી તેમને મરણ ગયેલ હાલતમાં સિવિલે ખસેડાતા ત્યાં તેમના ડેડબોડીનું પીએમ કરાવવામાં આવ્યું હતું અને બાદમાં પોલીસમાં જાણ કરાતા પોલીસ દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની આલાપ સોસાયટીની બાજુમાં સાયન્ટિફિક વાડી રોડ ઉપર આવેલા શ્રીરામ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા શંકરભાઈ અમરશીભાઈ બાવરવા જાતે પટેલ (ઉંમર ૬૧) નામના આધેડે પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, તેમના પુત્રવધુ મમતાબેન ચિરાગભાઈ શંકરભાઈ બાવરવા જાતે પટેલ (ઉંમર ૩૦) રહે.શ્રીરામ એપાર્ટમેન્ટ સાયન્ટિફિક રોડ આલાપ સોસાયટી પાસે વાળાઓએ તા.૩-૬ ના સાંજના સાતેક વાગ્યે પહેલા કોઈપણ સમયે તેમના ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજતા મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત હકીકતની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બાદમાં અકસ્માત મોતની નોંધ થતા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.જાડેજા તથા રાઇટર પ્રભાતભાઇ ગોહિલ દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તજવીજ શરૂ કરાયેલ છે.

દારૂ સાથે મહિલા બુટલેગરની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટારફ રાઉન્ડમાં હતો ત્યારે મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ લોરેન્જો સીરામીકના પાછળના ભાગેથી શંકાસ્પદ હાલતમાં સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટિયા જાતે મિંયાણા (ઉમર ૪૨) રહે.માળિયા વનાળીયા સોસાયટી સોઓરડી પાછળ મોરબી-૨ ને અટકાવવામાં આવી હતી અને તેની પાસે રહેલ બાચકાની તલાસી લેવામાં આવતા તેમાંથી ૧૭ લિટર દેશી દારૂ મળી આવતા રૂા.૩૪૦ ની કિંમતના દારૂ સાથે પોલીસે સોનલબેન કટીયાની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો.જેની આગળની તપાસ બી.ડી.લોખીલ ચલાવી રહ્યા છે.

એલસીબીએ વાંકાનેરમાંથી દારૂ પકડ્યો

મોરબી એલસીબીનો સ્ટાફ વોચ તપાસમાં હતો.ત્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા-માટેલ રોડ વિકાસ હોટલ પાસે આવેલા ખરાબમાં રેડ કરી હતી અને ત્યાં ગભરૂભાઈ ઝવેરભાઈ માથાસુરીયા જાતે દેવીપુજક (ઉમર ૩૪) રહે.માટેલ રોડ વિકાસ હોટલ પાછળ લાકડધાર તા.વાંકાનેર મૂળ કાનપર તા.સાયલા સુરેન્દ્રનગરના કબ્જા ભોગવટા વાળી જગ્યામાંથી પોલીસે કોથળા જપ્ત કર્યા હતા અને તેમાંથી ૫૫ લીટર દેશી દારૂ મળી આવતા રૂપિયા ૧૧૦૦ ની કિંમતના દારૂ સાથે ગભરૂ માથાસુરિયાની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધાયો હતો.








Latest News