મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

નિયમોની ઐસી તૈસી: મોરબીમાં લેવલઅપ-થ્રીલ એન્ડ ચીલ ગેમઝોનના સંચાલક સામે ગુના નોંધાયા


SHARE













નિયમોની ઐસી તૈસી: મોરબીમાં લેવલઅપ-થ્રીલ એન્ડ ચીલ ગેમઝોનના સંચાલક સામે ગુના નોંધાયા

થોડા દિવસો પહેલા રાજકોટમાં આવેલા ગેમઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ૨૭ જેટલા લોકોના મોત નીપજ્યા છે ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હાલમાં નોટિસો આપ્યા બાદ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબીના જુદા જુદા બે વિસ્તારની અંદર આવેલ ગેમઝોનના સંચાલક સામે લાયસન્સ વગર ગેમઝોન ચલાવતા હોવા અંગે તેમજ સલામતી માટે નિયમો મુજબના કોઈ સાધનો રાખેલ ન હોવાથી જુદા જુદા બે ગુના નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતના કોઈપણ જિલ્લાની અંદર જ્યારે પણ કોઈ ગંભીર અને જીવલેણ ઘટના બને ત્યારે જ તંત્ર જાગતું હોય તેવું અવાર-નવાર સામે આવતો હોય છે આવી જ રીતે તાજેતરમાં રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ૨૭ લોકોના મોત નીપજયાં હતા અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા હતા તે ઉપરાંત અન્ય મિલકતોમાં પણ ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એનઓસી છે કે નહીં તેનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં નોટિસ આપવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી દરમિયાન મોરબી મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કૌશિકભાઇ ગણેશભાઈ ગામી જાતે પટેલ દ્વારા થ્રીલ એન્ડ ચીલ ગેમ ઝોનના સંચાલક મિલનભાઈ વલમજીભાઈ ભાડજા રહે. રામકો બંગલો પાછળ દેવ પેલેસ પ્લેટ નં. ૬૦૧ મોરબી અને મોરબીના એસપી રોડ ઉપર આવેલ લેવલપ ગેમ ઝોનના સંચાલક પ્રિન્સ અમૃતલાલ બાવરવા રહે. રવાપર રોડ શ્રવણ સેતુ એપાર્ટમેન્ટ બ્લોક નં ૧૦૧ મોરબી વાળાની સામે જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં શનાળા ગામથી આગળ રાજકોટ હાઇવે રોડ ઉપર અજંતાની સામેના ભાગમાં થ્રીલ એન્ડ ચીલ ગેમ ઝોન આવેલ છે અને ત્યાં બે માળનું પતરાના સેડ વાળું ગેમઝોન બનાવવામાં આવ્યું છે જેમાં સલામતી માટેના નિયમો મુજબના કોઈ સાધનો રાખવામાં આવેલ નથી અને ગેમઝોન લાઇસન્સ વગર ચલાવે છે આવી જ રીતે એસપી રોડે લેવલઅપ નામનું ગેમ ઝોન આવેલ છે ત્યાં પણ બે માળનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે જેમાં પણ સલામતીના નિયમો મુજબના કોઈ સાધનો રાખેલ નથી અને ગેમઝોન લાયસન્સ વગર ચલાવતા હોવાનું સામે આવ્યું છે જેથી કરીને આ બંને ગેમ ઝોનના સંચાલકો સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી કલમ ૩૩૬ તથા જી પી .એકટ કલમ ૧૩૫ મુજબ જુદાજુદા બે ગુના નોંધીને પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરવામાં આવી છે






Latest News