નિયમોની ઐસી તૈસી: મોરબીમાં લેવલઅપ-થ્રીલ એન્ડ ચીલ ગેમઝોનના સંચાલક સામે ગુના નોંધાયા
હળવદમાં રિક્ષામાં પેસેન્જર બેસાડનારા આધેડને અન્ય ત્રણ રિક્ષા ચાલકોએ ગાળો આપી લાફો ઝીકિને આપી મારી નાખવાની ધમકી
SHARE







હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા અને રિક્ષા ચલાવવાનું કામ કરતા આધેડ સરા ચોકડી પાસેથી પોતાની રિક્ષા લઈને ઊભા હતા અને બીજા રિક્ષા ચાલકે જેને ૬૦૦ રૂપિયા ભાડું કહ્યું હતું તે પેસેન્જર સાથે તેઓએ ૪૦૦ રૂપિયામાં ભાડું નક્કી કર્યું હતું જેથી કરીને બીજા રિક્ષા ચાલકોએ તે બાબતનો ખાર રાખીને બોલાચાલી કરી હતી અને ત્રણ શખ્સોએ આધેડને ગાળો આપી હતી તથા પતાવી દેવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા અને રીક્ષા ચલાવવાનું કામ કરતા ધીરુભાઈ દેવશીભાઈ સિહોરા જાતે કોળી (૫૭)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિપુલભાઈ શકુભાઈ મેવાડા, મુન્નાભાઈ દિલીપભાઈ રાજપરા અને મુકેશભાઈ ચંદુભાઈ મકવાણા રહે. બધા હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેઓ હળવદની સરા ચોકડી પાસે પોતાની રીક્ષા લઈને ઊભા હતા ત્યારે આરોપી વિપુલભાઈ અને મનુભાઈ પણ રિક્ષાના ફેરા કરતા હોય તેમણે પેસેન્જરને ૬૦૦ રૂપિયા ભાડું કહ્યું હતું જેથી કરીને પેસેન્જર તેમની રિક્ષામાં નહીં બેસતા થોડીવાર પછી આ પેસેન્જર ફરિયાદીની રિક્ષામાં બેઠા હતા અને તેને ૪૦૦ રૂપિયામાં ભાડું નક્કી કર્યું હતું જે વિપુલભાઈ અને મનુભાઈને સારું નહીં લાગતા તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ વિપુલભાઈએ ફરિયાદીને ગાલ ઉપર લાફો મારીને તેમજ મુકેશભાઇએ ત્યાં આવીને ભૂંડા બોલી ગાળો આપીને રિક્ષામાંથી ધોકો કાઢીને પતાવી દેવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

