મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન-સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકની તારીખમાં અનિવાર્ય કારણોસર થયો ફેરફાર મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક રસ્તા પાસે સૂતેલા યુવાનના પગ ઉપર અજાણ્યા વાહનના વ્હીલ ફરી ગયા: ઈજાગ્રસ્ત સારવારમાં


SHARE











મોરબી નજીક રસ્તા પાસે સૂતેલા યુવાનના પગ ઉપર અજાણ્યા વાહનના વ્હીલ ફરી ગયા: ઈજાગ્રસ્ત સારવારમાં

મોરબી તાલુકાના શાપર ગામે રહેતો યુવાન સાપરથી ગાળા ગામ જવાના રસ્તા ઉપર સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેના પગ ઉપરથી વાહન ફેરવી દેતા યુવાનને પગમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામે રહેતા કિશોરભાઈ શામજીભાઈ હમીરપરા (૪૫) ગત તા. ૬/૬/૨૪ ના રાત્રિના અઢી વાગ્યાના અરસામાં સાપર ગામથી ગાળા ગામ તરફ જવાના રસ્તે સૂતા હતા ત્યારે રસ્તામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના પગ ઉપરથી વાહનના વ્હીલને ફેરવી દીધા હતા જેથી કરીને યુવાનને પગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને યુવાને ઇજા થતાં તેને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીમા કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અમિત ચંદુભાઈ અગેચાણીયા (૩૦) નામના યુવાને ઘરે હતો ત્યારે તેના પિતાએ તેને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા અમિત અગેચાણિયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી






Latest News