હળવદના કડિયાણા પાસે ગરમીના કારણે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું મોત
SHARE









હળવદના કડિયાણા પાસે ગરમીના કારણે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું મોત
હળવદ તાલુકાના કડીયાણાથી પાંડાતીરથ ગામ તરફ જવાના રસ્તા ઉપર ખારા પટ્ટના ખરાબામાંથી યુવાન કરિયાણું લેવા માટે તેને ઘરેથી જઈ રહ્યો હતો ત્યારે તેને ગરમીના લીધે ચક્કર આવતા તે પડી ગયો હતો અને કુદરતી રીતે તેનું ત્યાં મોત નીપજ્યું હતું અને તેની બોડી ત્યાંથી મળી આવતા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મુતકના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના નારકોટ ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માનસર ગામના પ્રવીણભાઈ મનસુખભાઈ ચાવડાની કડીયાણા ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કરણભાઈ જયંતીભાઈ વણકર જાતે અનુ. જાતી (૨૩) નામના યુવાનનો કડીયાણા ગામથી પાંડાતીર્થ ગામ તરફ જવાના રસ્તા ઉપર ખારા પટના ખરાબા પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન વાડીએથી કરિયાણું લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે ગરમીના કારણે તેને ચક્કર આવી ગયા હતા અને તે પડી જતા તેનું કુદરતી રીતે મોત નીપજ્યું હતું જે અંગેની હળવદ પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

