અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે પાડોશીઓ વચ્ચે ડખ્ખો: યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને બે મહિલા સહિત ચાર શખ્સોએ માર માર્યો


SHARE

















ટંકારાના ઓટાળા ગામે પાડોશીઓ વચ્ચે ડખ્ખો: યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને બે મહિલા સહિત ચાર શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના ઓટાળા ગામે યુવાને તેની પાડોશમાં રહેતા શખ્સે ગાળો આપી હતી જેથી કરીને યુવાને તેને સામે ગાળો આપેલ હતી જેનો ખાર રાખીને સામેવાળાએ ધોકા વડે અને ઢિકાપાટુનો યુવાનને તથા તેની માતાને અને તેના સાસુને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલ યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અનસોયાબેન બાબુભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૪૦)એ હાલમાં શૈલેષભાઈ જીવાભાઇ પરમાર, જીવાભાઇ મેઘાભાઇ પરમાર, ભાનુબેન જીવાભાઈ પરમાર અને મીનાબેન શૈલેષભાઈ પરમાર રહે. બધા ઓટાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેની બાજુમાં રહેતા હોય ફરિયાદીના દીકરા અજયને શૈલેષભાઈએ ગાળો આપેલ હતી જેથી કરીને ફરિયાદીના દીકરાએ તેને ગાળો આપતા તે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી તથા તેના દીકરા અજય અને તેના સાસુ ગંગાબેન સાથે મારામારી કરી હતી અને બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને શૈલેષભાઈએ ફરિયાદી મહિલાને માથાના ભાગે તેમજ સાસુને હાથના પંજામાં અને અજયને હાથે પગે લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ભોગ બનેલા યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News