મોરબીમાં મિત્ર સાથે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ પાઇપ વડે મારમાર્યો
હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ: ગુનો નોંધાયો
SHARE







હળવદના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ
હળવદ તાલુકાના ચરાડવા ગ્રામ્ય વિસ્તારની અંદર વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે વાડી વિસ્તારમાં રહીને ત્યાં વાડીએ મજૂરી કામ કરતાં પરિવારની સગીર વયની દીકરીનું લગ્નની લાલચ આપીને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રહેશ મગનભાઈ હટીલા રહે. ડુંગલીયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

