મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં ઓડિયા પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરતા કર્મવિરોનું કરાયું સન્માન


SHARE













મોરબીના મહેન્દ્રનગરમાં ઓડિયા પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરતા કર્મવિરોનું કરાયું સન્માન

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રણછોડભાઈ ઓડિયા કે જેઓ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છે, એમના પુત્ર સંદીપ ઓડીયાના ઘરે પુત્ર રત્નની પધરામણી થતાં એની ખુશીમાં દાદા રણછોડભાઈ ઓડિયાએ મહેન્દ્રનગર ગામમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ જેમ કે અંતિમ યાત્રા માટે શબ વાહીનીમાં સેવા આપતા મુકેશભાઈ કાવર, દશરથભાઈ કાવર તેમજ અબોલ જીવો માટે લાડવા-લાપસી બનાવનાર કેશુભાઈ વિઠ્ઠલાપરા, જગજીવનભાઈ ફુલતરિયા, મગનભાઈ કણજારીયા, નાનજીભાઈ મેરજા તેમજ મોક્ષધામ તેમજ રામવાડીમાં સેવા આપતા કર્મવિરો કાંતિલાલ પાડલિયા,પ્રભુભાઈ ફુલતરિયા, લક્ષ્મણભાઈ કાવર, ધરમશીભાઈ કાવર,વિરજીભાઈ કાવર, નિલેશભાઈ ધોરીયાણી, રામજીભાઈ બોપલીયા, વલમજીભાઈ અંબાણી, સતિષભાઈ ઈશ્વરભાઈ, વિઠ્ઠલભાઈ મેરજા, દેવજીભાઈ ઝાલરીયા, ધીરુભાઈ જગોદરા, દિલીપભાઈ કાલરીયા, દિપકભાઈ ગામી,રાઘવજીભાઈ ગાંડુંભાઈ, ભાણજીભાઈ ધોરીયાણી, તેમજ મહેન્દ્રનગરની જુદી જુદી સોસાયટીમાંથી રોટલા-રોટલી એકત્ર કરી ઓટો રીક્ષામાં ડોલો ભરી ગૌશાળામાં ગૌમાતાને પ્રસાદ આપવાનું સેવાકાર્ય કરતા રણછોડભાઈ ઓડિયા, મનસુખભાઈ ચારોલા, જયંતિભાઈ,ઘનશ્યામભાઈ માલાસણા વગેરે સાડત્રીસ જેટલા કર્મવિરોનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી મહેન્દ્રનગર ખાતે રામવાડીમાં સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સિદ્ધાર્થ દેગામી પ્રમુખ સત્ય શોધક સભા-સુરતે અંધશ્રદ્ધા દૂર થાય તેવો કાર્યક્રમ રજૂ કર્યો હતો અને રંગપર ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ ઝાલાએ આ કર્મવિરોની સેવાને વંદન સહ અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા (જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી)એ કર્યું હતું








Latest News