મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ ઉપરથી ૪ લાખના કોલસાની છેતરપિંડી: બે ટ્રકના ડ્રાઈવરો-માલિકો અને ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવનાર સામે ફરિયાદ


SHARE











નવલખી પોર્ટ ઉપરથી ૪ લાખના કોલસાની છેતરપિંડી: બે ટ્રકના ડ્રાઈવરો-માલિકો અને ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવનાર સામે ફરિયાદ

નવલખી બંદર ઉપર આવતા શ્રીજી શિપિંગ કંપનીના કોલસાના જથ્થામાંથી ૮૦ મેટ્રિક ટન કોલસો જેની કિંમત અંદાજે ૪ લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ટ્રકમાં ભરીને લઈ જવામાં આવેલ છે જેથી કરીને જુદા જુદા બે ટ્રકના ડ્રાઈવરો તથા તેના માલિકો અને શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવી આપનાર સહિતનાઓની સામે હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામખંભાળિયાના રહેવાસી અને હાલમાં મોરબીના નવા બસ સ્ટેશન પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરની બાજુમાં અક્ષર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૬૦૧ માં રહેતા ઉદયભાઇ દામોદરભાઈ લાલ જાતે લોહાણા (૫૦) એ હાલમાં ટ્રક નં જીજે ૩૬ વી ૩૮૩૮૮ ના ડ્રાઈવર તેમજ માલિક તથા ટ્રક નંબર જીજે ૩૬ ટી ૬૭૦૦ ના ડ્રાઈવર તથા માલિક તેમજ શ્રીજી શિપિંગ કંપનીની ડુપ્લીકેટ લોડિંગ સ્લીપ બનાવનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે વિશ્વાસઘાત અને ખેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, નવલખી પોર્ટ ઉપર તેઓની કંપનીનો કોલસો ઉતારવામાં આવે છે અને શ્રીજી શિપિંગ કંપનીની બનાવટી લોડીંગ સ્લીપના આધારે એન્ટ્રી પાસ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને બે ટ્રકમાં કુલ મળીને ૮૦ મેટ્રિક ટન કોલસો જેની કિંમત ૪ લાખ થાય છે તે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને લઈ ગયેલ છે જેથી કરીને હાલમાં શ્રીજી શિપિંગ કંપનીના સંચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી ૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ એસઓજીના પીએસઆઇ કે.આર. કેસરિયાને સોંપવામાં આવી છે




Latest News