મોરબીમાં સીતારામ સેવા ગ્રુપ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતીની અનોખી
ટંકારાની PM SHRI સજનપર પ્રા. શાળાનું NMMS પરીક્ષાનું ધમાકેદાર પરિણામ
SHARE







ટંકારાની PM SHRI સજનપર પ્રા. શાળાનું NMMS પરીક્ષાનું ધમાકેદાર પરિણામ
ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સરકાર તરફથી મળતી સ્કોલરશીપનો લાભ મળે તેના માટે પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને ૪૮,૦૦૦ સુધીની સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે ત્યારે સજનપર પ્રા. શાળાના ધો.૮ ના બાળકોએ સરકારશ્રી તરફથી લેવામાં આવેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલશીપ પરીક્ષા ૨૦૨૪ માં ૨૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી તેમાંથી ૧૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં શાળાના ૭ વિદ્યાર્થીઓએ ૧૦૦ થી વધુ ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં શાળાનું ગૌરવ વધારેલ છે. અને આ તમામ બાળકોને અને એમને આખું વર્ષ તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પંચાણભાઈને સમગ્ર શાળા પરિવાર અને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.

