માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
SHARE







માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૮૫૦ ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સામતભાઈ ભીખાભાઈ બાંભવા જાતે ભરવાડ (૪૦), પ્રભાતભાઇ બચુભાઈ ચાવડા જાતે આહિર (૪૩), રમેશભાઈ ગગુભાઈ મૈયડ જાતે આહિર (૪૬) અને વેજાભાઈ નાગજીભાઈ વરુ જાતે ભરવાડ (૪૫) રહે. બધા મોટા દહીસરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૮૫૦ ની રોકડ કબજે કરી હતી અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
માર માર્યો
મોરબી શહેરમાં આવેલ ચામુંડાનગર વિસ્તારમાં રહેતા ચિરાગ અમૃતભાઈ સાગઠીયા (૩૪) નામના યુવાનને ઘરે તેના ભાઈ સાથે બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલા ચિરાગને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

