મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ​​​​​​​  મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં યુવાને ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ૭૭૮૦ ના મુદામાલ સાથે પકડાયો: બે ની શોધખોળ


SHARE













મોરબીમાં ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ૭૭૮૦ ના મુદામાલ સાથે પકડાયો: બે ની શોધખોળ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા અને મોબાઈલ મળીને ૭૭૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની પાસેથી વધુ બે શખ્સના નામ સામે આવ્યા હતા જેથી તે ત્રણેયની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીઓને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢુલી પાસે ઓનલાઇન મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ જોઈને તેના આધારે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે નિલેશભાઈ નકુભાઈ પ્રજાપતિ (૪૨) રહે. મારુતિનગર સોસાયટી વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી ૭૮૦ ની રોકડ તથા ૭૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૭૭૮૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તે રનફેરનો જુગાર ઈબૂ કાસમણી રહે. મોરબી અને અહેમદ સુમરા રહે. વીસીપરા મોરબી વાળા સાથે રમતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે આ ત્રણેય શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને બે આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ હનુમાન ચોક પાસે રહેતા પરષોત્તમભાઈ હીરાભાઈ ચાવડા (૪૫) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ પી.જે. પરમાર ચલાવી રહ્યા છે








Latest News