મોરબી નજીક રાહદારી યુવાનને બાઇક ચાલકે ઉડાવ્યો: ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબીના બગથળા ગામે દીકરીને જન્મ આપ્યા બાદ બ્લડિંગ શરૂ થતાં માતાનું મોત
SHARE







મોરબીના બગથળા ગામે દીકરીને જન્મ આપ્યા બાદ બ્લડિંગ શરૂ થતાં માતાનું મોત
મોરબી તાલુકાના બગથળા ગામે રહેતી મહિલાએ દીકરીને જન્મ આપ્યા બાદ તેને બ્લડિંગ શરૂ થઈ ગયું હતું અને રાત્રે તબિયત લથડતા તેને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા માયાબેન વિજયભાઈ રાઠોડ (૩૫) નામની મહિલાએ ગત તા, ૯/૬ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે દીકરીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં તેને બ્લીડિંગ શરૂ થઈ ગયું હતું અને તેની તબિયત લથડતા તેને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પરજ પરના ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
યુવાન સારવારમાં
મોરબી નજીક આવેલ ભડીયાદ કાંટા પાસેથી નશાની હાલતમાં ઇજા પામેલ મહેશભાઈ (૩૫) નામના યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને માથાના ભાગે જમણી બાજુએ ઇજા થયેલ હતી જેથી કરીને ટાંકા આવ્યા હતા અને આ યુવાનની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે
ફિનાઈલ પી ગઈ
રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા દિપાલીબેન રવિભાઈ વાગોસણા (૨૦)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને બનાવો રાજકોટ પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ શોભેશ્વર સોસાયટી ખાતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રેશમાબેન રાજેશભાઈ (૨૫) નામની મહિલાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ એ.આર. સારદીયા ચલાવી રહ્યા છે
