મોરબીના બગથળા ગામે દીકરીને જન્મ આપ્યા બાદ બ્લડિંગ શરૂ થતાં માતાનું મોત
યુપીના ગોરખપુરથી સગીરાનું અપહરણ કરનાર સગીર મોરબીના જૂના બસ સ્ટેશનેથી મળી આવ્યો !
SHARE







યુપીના ગોરખપુરથી સગીરાનું અપહરણ કરનાર સગીર મોરબીના જૂના બસ સ્ટેશનેથી મળી આવ્યો !
મોરબીના જુના બસ સ્ટેશન વિસ્તારમાં સગીર અને સગીરા બે દિવસથી ત્યાં જ રહેતા હોવા અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ મળી હતી જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તેની પૂછપરછ કરવામાં આવતા સગીરાનું યુપીના ગોરખપુર ખાતેથી અપહરણ થયું હોવાની ત્યાં ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે સગીર અને સગીરાને કબજામાં લઈને આ અંગેની યુપી પોલીસને જાણ કરી હતી જેથી ત્યાંથી પોલીસ મોરબી આવી હતી અને સગીરા તથા સગીરને યુપી પોલીસને સોંપી દેવામાં આવેલ છે
દેશના જુદા જુદા રાજ્યોમાંથી રોજગાર મેળવવા માટે મોરબીના ઔદ્યોગિક વિસ્તાર અને વાડી વિસ્તારમાં ઘણા બધા શ્રમિકો આવતા હોય છે અને તેમાં કેટલાક પોતાના વિસ્તારમાં ગુના કરીને આવેલ હોય છે તેવું એક નહીં અનેક વખત મોરબીમાં સામે આવ્યું છે તેવામાં મોરબી શહેરમાં આવેલ જુના બસ સ્ટેશન ખાતે સગીર અને સગીરા બે દિવસથી ત્યાં જ રહેતા હોવા અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પી.એસ.આઇ. પી.આર. સોનારા અને સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને બસ સ્ટેશનમાં બેઠેલ સગીર તથા સગીરાની પ્રાથમિક પૂછપરછ કરતા તે યુપીના ગોરખપુરના હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેઓ ગત તા.૫/૬ ના બપોરના સમયે ગોરખપુરથી નીકળી ગયા હતા અને રાજકોટ આવ્યા હતા ત્યારબાદ રાજકોટથી તેઓ મોરબી એસટી ડેપો ખાતે પહોંચ્યા છે જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગોરખપુર પોલીસ સ્ટેશનમાં તપાસ કરવામાં આવતા ત્યાં સગીરાના અપહરણની આઇપીસી કલમ ૩૬૩, ૫૦૪, ૫૦૬ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જેથી કરીને સગીરા અને સગીર મોરબીમાંથી મળી આવ્યા છે તે મુજબની મોરબી પોલીસ દ્વારા યુપીની ગોરખપુર પોલીસને જાણ કરવામાં આવતા ત્યાંથી પીએસઆઇ ચંદ્રન નારાયણ સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા જેથી કરીને સગીર તથા સગીરા તેઓને સોપી દેવામાં આવેલ છે
ફિનાઇલ પી જતા સારવાર
ભુજના રહેવાસી ભારતીબેન સિંઘલ (૨૫) મોરબીના શોભેશ્વર નજીક આવેલ શોભેશ્વર સોસાયટીમાં ફિનાઇલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદીયા દ્વારા કરવામાં આવેલ છે
બાઇક સ્લીપ
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા લાભુભાઈ મોહનભાઈ પરમાર (૨૫) નામનો યુવાન મોરબીના અમરેલી રોડ ઉપર માળિયા હાઇવે પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ ગયુ હતું જેથી અકસ્માત થયો હતો અને યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે
મારા મારીમાં ઇજા
મોરબી નજીકના ઘુટુ ગામે રહેતા ધનંજય મહંતિ (૨૨) નામના યુવાનને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સ્ટાર કારખાના પાસે મારામારીમાં ઈજા થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવેલ છે
