મોરબી: કપડાં લેવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ સગર્ભા મહિલાએ જીવન ટૂંકાવ્યું
મોરબી: કાર ચલાવવા બાબતે ભાઈ સાથે થયેલા બોલાચાલીનો રોષ રાખી યુવાન ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો
SHARE
મોરબી: કાર ચલાવવા બાબતે ભાઈ સાથે થયેલા બોલાચાલીનો રોષ રાખી યુવાન ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો
મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા યુવાન ઉપર ચાર લોકો દ્વારા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.તેને પીઠ, માથા અને હાથ-પગના ભાગે ધોકા વડે માર મારવામાં આવતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. સારવાર લીધા બાદ તેણે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ ટ શરૂ કરી છે.
મોરબી તાલુકાના સોખડા ગામે રહેતો ચેતનભાઇ બાબુભાઈ થરેશા નામનો ૩૦ વર્ષનો યુવાન તેના ઘર નજીક હતો.ત્યારે તા.૧૪ ના સાંજના પાંચેક વાગ્યાના અરસા તેની ઉપર સોખડા ગામના જ રવુભા ગઢવી, ભરત ગઢવી, વિજય ગઢવી અને નિલેશ ગઢવી નામના ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો અને તેને પીઠ, માથા અને હાથ-પગના ભાગે ધોકા વડે માર મારવામાં આવેવ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ સુત્રો તરફથી મોરબી તાલુકા પોલીસ મથકમાં આ મારામારી સંદર્ભે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટાફના જનકસિંહ પરમાર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ભોગ બનેલ ચેતન થરેસાની ફરિયાદ લેવા તજવીજ કરી કરી હતી.જેમાં તેણે રવુભા ગઢવી, ભરત ગઢવી, વિજય ગઢવી અને નિલેશ ગઢવી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેના ભાઈ હિતેશભાઈની સાથે રવુભા ગઢવીને શેરીમાં ગાડી ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હતી.તે બાબતનો રોષ રાખીને ચારેય ઇસમોએ એકસંપ કરીને તેના ઉપર ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો.હાલ ફરિયાદના પગલે ગુનો નોંધાતા જનકસિંહ પરમાર દ્વારા આગળની તપાસ તજવીજ શરૂ કરાયેલ છે.
ઘુંટુ ગામે મારામારી
મોરબી તાલુકાના ઘુંટુ ગામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ફીઝાબેન વસીમભાઈ નામની ૩૦ વર્ષીય મહિલા ઇજા પામતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓને તેમના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હોય સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.તેમ મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી જણાવવામાં આવેલ છે.સ્ટાફના જસપાલસિંહ જાડેજા દ્વારા આ બાબતે નોંધ કરી આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મારામારીમાં વૃદ્ધને ઇજા
મોરબીના શનાળા રોડ ઉપર આવેલી ન્યુ આદર્શ સોસાયટી વિસ્તારમાં રહેતા મુકેશચંદ્ર લાલુભાઈ પટેલ નામના ૭૦ વર્ષના વૃદ્ધને મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના ડી.એ.વાઘડિયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી હતી.