મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબી: કપડાં લેવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ સગર્ભા મહિલાએ જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબી: કપડાં લેવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ સગર્ભા મહિલાએ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા સગર્ભા મહિલાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં સુરેશભાઈના મકાનમાં રહેતા પાયલબેન પીન્ટુભાઇ વસુનીયા (૨૨) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથે ધરી છે અને આ બનાવની તપાસ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા ચલાવી રહ્યા તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક મહિનાનો લગ્ન ગાળો સાડા ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં એક બાળક છે.મૃતક મહિલાને ચાર માસનો ગર્ભ પણ હતો અને આ મહિલાને કપડાં લેવા બાબતે તેના પતિની સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ મહિલાએ આ પગલું ભરી લીધેલ છે.

ફિનાઇલ પી લીધું

માળીયા મીયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતા જાગૃતિબેન સુમિતભાઈ સવસેટા (૨૮) નામની પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે જો કે, તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ માળિયા તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે




Latest News