મોરબીના ત્રણ સિરામિક કારખાનામાં પેટકોક વપરાતું હોય ક્લોઝર નોટિસ ફટકારી વીજ કનેક્શન કટ કર્યા: જીપીસીબી મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત


SHARE













વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ વેલનાથપરાના આરોગ્ય વિસ્તારમાં રહેતા ભીખાભાઈ ઉર્ફે હકાભાઇ સોમાભાઈ જોલપરા જાતે કોળી (58) નામના આધેડ વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હતા ત્યારે ત્યાં સ્વામીના મંદિર ખાતે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક ભીખાભાઈ જોલપરા ત્યાં મંદિરમાં કામગીરી કરી રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નીપજ્યું હતું તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળેલ છે






Latest News