વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત
મોરબીમાં દિકરા પાસે લેવાના નિકળતા અઢી લાખ વસુલ કરવા પિતાને શોરૂમમાંથી ખેંચી લાવીને ચાર શખ્સોએ ધોકા વડે મારમાર્યો
SHARE






મોરબીમાં દિકરા પાસે લેવાના નિકળતા અઢી લાખ વસુલ કરવા પિતાને શોરૂમમાંથી ખેંચી લાવીને ચાર શખ્સોએ ધોકા વડે મારમાર્યો
મોરબીના સનાળા રોડ ઉપર રામચોક પાસે બોસ ઇન્ડિયાનો શોરૂમ આવેલ છે અને તેના માલિક ત્યાં બેઠા હતા દરમિયાન શોરૂમમાં આવેલા શખ્સોએ તેનાવદિકરા પાસે અઢી લાખ લેવાના છે આપવાનુ કહ્યુ હતુ જો કે, શોરૂમ ધારકે રૂપિયા દેવાની ના પાડી હતી જેથી તેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો બાદમાં તેને ખેંચીને શોરૂમની બહાર લઈ ગયા હતા અને બાજુની શેરીમાં ધોળા દિવસે તેને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને હાલમાં ભોગ બનેલા આધેડની ફરીયાદ લઇને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી શહેર અને જિલ્લામાં ચિંતાજનક રીતે ક્રાઈમની ઘટનાઓ બની રહી છે અને ધોળા દિવસે શોરૂમમાં બેઠેલા વેપારીને બહાર ઢસડી લાવીને તેને માર મારતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે જે બનાવની મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રામ ચોક પાસે બોસ ઇન્ડિયાનો શોરૂમ આવેલ છે જેના માલિક રામજીભાઈ અમરશીભાઇ ભીમાણી શોરૂમને બેઠા હતા ત્યારે તેની પાસે હાર્દિક જીતુભાઈ કૈલા અને હરેશ ગઢવી નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા અને તેઓના દીકરા મિલન પાસેથી અઢી લાખ રૂપિયા લેવાના છે તે આપવા માટે કહ્યું હતું જે રૂપિયા આપવાની રામજીભાઇએ ના પાડી હતી
જેથી આ બંને શખ્સોએ રામજીભાઈને જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેને બાજુમાં આવેલ શેરીમાં ખેંચીને લઈ ગયા હતા અને ત્યાં અન્ય બીજા બે શખ્સો પણ હાજર હતા આ ચારેય શખ્સો દ્વારા રામજીભાઈને હાથે પગે અને સાથળના ભાગે લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા રામજીભાઈ ભીમાણીએ તાત્કાલિક તેના બે ભાઇ બાબુભાઈ અને નીતિનભાઈને ફોન કરીને ત્યાં બોલાવ્યા હતા અને ત્યારબાદ તે બંને ભાઈઓ તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા
હાલમાં બનેલા રામજીભાઈ અમરશીભાઈ ભીમાણી (51) રહે વિજયનગર-2 સતનામ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 101 આલાપ રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાર્દિક જીતુભાઈ કૈલા રહે. મોરબી, હરેશ ગઢવી અને અજાણ્યા બે શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જો કે, આરોપીએને અઢી લાખ રૂપિયા શેના લેવાના હતા તેની ફરીયાદીએ કોઇ સ્પષ્ટતા કરેલ નથી


