ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો
મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો
SHARE






મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો
મુળ નાની દમણનો રહેવાસી ઈન્દલ ગનોરી પાસવાન તથા તેના પૂર્વે પત્ની નામે કિરણદેવી રામસીંગ ભનવરલાલ રહે.એમપી વાળી નામના બંને આરોપીઓ તે પતિ-પત્ની હતા પણ બાદમાં બંનેના છૂટાછેડા થઈ ગયેલ હતા.અને આ કિરણદેવીએ બાદમાં મરણ જનાર રામસીંગ ભનવરલાલ સાથે લગ્ન કરેલા હતા.પણ આ આરોપી કિરણદેવી પોતાના પૂર્વે પતિ ઈન્દલ પાસવાનની સાથે મોબાઈલથી વાતચીત કરતી હોવાની શંકા રાખીને મરણ જનાર રામસીંગ તેણી સાથે ઝઘડા કરતા હોય બાદમાં આ કામના ઉપરોકત બંને આરોપીઓ કે જે પૂર્વે પતિ-પત્ની હતાં તેમણે એકસંપ કરીમે આ રામસીંગ ભનવરલાલનું ખૂન કરી નાંખેલ હોવાનો આરોપ લગાવી બંને આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુના રજી. નં.૧૧૧/૨૦૧૯ થી ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
જેનું ચાર્જશીટ થઈ જતાં શ્રી મોરબીના મહે.પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબની કોર્ટે સેસ.કેસ નં.૮૯/૨૦૧૯ નો દાખલ થયેલ હતો.આ બનાવ તે સમયે "ટોક ઓફ ટાઉન" બનેલ હતો.આ કામના બંને આરોપીઓ તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતિ પુષ્પાબેન ભટ્ટ રોકાએલ હતા. આરોપીઓ સામેનો આ કેસ ચાલી જતાં બચાવ પક્ષના વકીલની કાયદા તથા હકિકતોને લગતી ધારદાર રજુઆત નેક લક્ષમાં લઈનો આ બંને આરોપીઓને શ્રી મોરબીના મહે.પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ સાહેબ આર.જી.દેવધરાએ બંને આરોપીઓને તેઓ સામેના કેસમાં શંકાનો લાભ આપીને બંને આરોપીઓને છોડી મુકવા તા.૧૫-૬-૨૪ ના રોજ હુકમ ફરમાવેલ હતો.આ કામના બંને આરોપીઓ તરફે બચાવપક્ષના વકીલ તરીકે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી શ્રીમતી પુષ્પાબેન કે.ભટ્ટ રોકાયેલ હતા.


