ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી પાસે ટ્રાન્સપોર્ટના પૈસાની લેતી દેતી આવેલ યુવાન 6 દિવસથી ગુમ


SHARE













મોરબીના નાની વાવડી પાસે ટ્રાન્સપોર્ટના પૈસાની લેતી દેતી આવેલ યુવાન 6 દિવસથી ગુમ

મોરબીમાં ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતો યુવાન પૈસાની લેતી દેતી બાબતે મોરબી નજીકના નાની વાવડી ગામ પાસે કબીર આશ્રમ નજીક આવ્યો હતો અને ત્યાંથી તે ગુમ થયો હોય હાલમાં ગુમ થયેલા યુવાનના ભાઈ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદની આસોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ કૈલા જાતે પટેલ (40)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો નાનો ભાઈ જીતેન્દ્રભાઈ રમેશભાઈ કૈલા જાતે પટેલ (34) રહે. આસોપાલવ સોસાયટી હળવદ વાળો મોરબીના વાવડી ગામ નજીકથી ગુમ થયો હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, ગત તા. 20/6/24 ના બપોરના 2:00 વાગ્યાના અરસામાં મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ કબીર આશ્રમ નજીક તેનો ભાઈ આવ્યો હતો અને ત્યાંથી તે ગુમ થયેલ છે ત્યારબાદ તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી.

વધુમાં શૈલેષભાઈ કૈલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે તેના ભાઈને જે.આર રોડલાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટ આવેલ છે અને ટ્રાન્સપોર્ટના પૈસાની લેતી દેતી બાબતે તે વાવડી નજીક આવેલ કબીર આશ્રમ પાસે ગયો હતો અને ત્યાથી તે ગુમ થયેલ છે અને જે તે સમયે તેના નાના ભાઈના પત્નીના મોબાઇલ ફોન ઉપર વ્હોટસએપ કોલ આવ્યો હતો અને ત્યારબાદ તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો છે અને કોઈપણ જગ્યાએથી તેનો પતો લાગી રહ્યો નથી જેથી કરીને પરિવારજનો અને પોલીસ બંને ગુમ થયેલા જીતેન્દ્રભાઈ કૈલાને શોધી રહ્યા છે.

બાઇક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલા કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મોતા સાગરભાઇ જેસવાણી (28) નામનો યુવાન ઉમિયા એપાર્ટમેન્ટ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો ઇજા થવાથી તે યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં રહેતા સલીમ સરમણભાઈ સુમરા (40)  નામના યુવાનને કેશવાનંદ બાપુના આશ્રમ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી






Latest News