ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગની રેડ: 369 બાટલા સીઝ, એક એજન્સીને સાત લાખનો દંડ


SHARE













મોરબીમાં જુદીજુદી ગેસ એજન્સીમાં પુરવઠા વિભાગની રેડ: 369 બાટલા સીઝ, એક એજન્સીને સાત લાખનો દંડ

મોરબી જીલ્લામાં જુદીજુદી ગેસ એજન્સીમાં અનઅધિકૃત રીતે ગેસના બાટલાનો વેપાર કરતાં હોવાની ફરિયાદ મળી હતી જેથી કરીને પુરવઠા વિભાગની ટીમે રેડ કરી હતી ત્યારે ત્રણ સ્થળેથી 369 ગેસના બાટલાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને એક એજન્સીને સાત લાખનો દંડ કરેલ છે.

ગાંધીનગર અને મોરબી પુરવઠા કચેરીની ટીમ દ્વારા મોરબી જીલ્લામાં જુદીજુદી ગેસ એજન્સીમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે એલપીજી ગેસનો વેપાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી રાધે ગેસ એજન્સી ખાતેથી 175, કાવ્યા ગેસ એજન્સીમાં 43 તેમજ ભગવતી એન્ટરપ્રાઈઝમાં 151 ગેસના બટલા સહિત લાખો રૂપિયાનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે અને સંતવાણી ઇન્ડેન ગેસ એજન્સીમાં પાંચ કિલો નેટ વજનના 1553 કોમર્શીયલ સીલીન્ડરની ઘટ સામે આવી હતી જેથી કરીને સાત લાખનો દંડ કર્યો છે આ  કામગીરીમાં જીલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા અને મદદનીશ નિયામક રોહિતગીરી ગોસ્વામી સહિતની ટિમ દ્વારા કરવામાં આવી હતી.






Latest News