મોરબી નજીક કારખાનામાં રહેતી સગર્ભા મહિલાએ ફીનાઇલ પી લેતા સારવારમાં
માળીયા (મી)ના ખાખરેચી ગામે જુથ સેવા સહકારી મંડળીમાં વિકાસ થડોદાની પેનલનો વિજય
SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે જુથ સેવા સહકારી મંડળીમાં વિકાસ થડોદાની પેનલનો વિજય
જૂથ સેવા સહકારી મંડળીને ખેડૂતોના હદય સમાન ગણવામાં આવેલ છે ત્યારે માળીયા મિયાનના ખાખરેચી ગામે આવેલ જુથ સેવા સહકારી મંડળીની ગઇકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં સજીવ પ્રાણી નિશાન હતું તે પેનલ વિકાસ થડોદાની હતી અને આ પેનલમાં સાથી ઉમેદવારો રાજેશ ડઢાણીયા, દિનેશભાઈ સંતોકી, અશોક બાપોદરિયા, શાંતિલાલ ઓડિયા, શાંતિલાલ બાપોદરિયા, ચતુરભાઈ કૈલામ પ્રાણજીવનભાઈ કાલરીયા, રાજેશ મોટકા, ધિરજ આદ્રોજા, પ્રવીણભાઈ કૈલા, રસીલાબેન પારજીયા, આશિષ કૈલા, જાગૃતિબેન કૈલા, લવજીભાઈ પરમારનો સમાવેશ થતો હતો તે પેનલનો જંગી લીડ સાથે વિજય થયેલ છે આ પેનલ વિજય બને તેના માટે મોરબી જીલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા તેમજ અરુણાબેન પારજીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અને મહેશભાઈ પારજીયાએ વિજેતા થયેલ પેનલને શુભકામનાઓ પાઠવેલ છે
