ટંકારા તાલુકાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
મોરબી જીલ્લામાં બે દિવસમાં ગેરકાયદે ખનીજની હેરફેરી કરતાં પાંચ વાહનો પકડ્યા: લાખોનો મુદામાલ સીઝ
SHARE







મોરબી જીલ્લામાં બે દિવસમાં ગેરકાયદે ખનીજની હેરફેરી કરતાં પાંચ વાહનો પકડ્યા: લાખોનો મુદામાલ સીઝ
મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા જુદાજુદા વિસ્તારમાં રેડ કરીને બે દિવસમાં પાંચ જેટલા વાહનોને પકડવામાં આવેલ છે અને લખો રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને વાહનના માલિકો પાસેથી દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા ભુસ્તરશાત્રી જે.એસ. વાઢેરની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે રોયલ્ટી ઇન્સપેક્ટર રવિ કણસાગરા તથા માઇન્સ સુપરવાઇઝર મિતેશ ગોજિયા દ્વારા મોરબીના નીચી માંડલ તેમજ રાતાભેર વિસ્તારમાં ખનીજ ચોરીની ફરીયાદો આવી હતી જેથી ત્યાં આકસ્મિક તપાસ કરી હતી ત્યારે ડમ્પર નંબર જીજે 36 ટી 8007 ના ડ્રાઈવર ચિરાગભાઈ સુરેશભાઇ બાવરવાના વાહનમાં મોરમ ભરેલ હતી જેને રોકવામાં આવતા તે વાહન પોતાનું વાહન છોડીને નાસી ગયેલ છે તો જીજે 36 વી 3091 ના ડ્રાઈવર મેરૂ નાનકભાઈ કોળી અને વાહન માલિક મલાભાઇ નાજાભાઈ રહે. ખેતરડી તથા જીજે 36 વી 2424 ના ડ્રાઈવર રાજુભાઇ સમુભાઈ પરમાર તેમજ વાહનના માલિક અજયભાઈ નાજાભાઈ રહે. ખેતરડી વાળાના વાહનોમાં ફાયરક્લે ખનીજના ભરેલ હતું જેથી તે વાહનોને પકડવામાં આવ્યા હતા અને આ વાહનોમાં ગેરકાયદેસર ખનીજ ભરીને વહન કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને ત્રણ ડમ્પરોને સીઝ કરી આગળની નિયમોનુસાર કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેલ છે. અને કુલ મળીને 90 લાખથી વધુનો માલ કબજે કરવામાં આવેલ છે.
ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર આર.કે. કણસાગરા તથા ટીમ દ્વારા મોરબીના ટિંબડી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી બિન અધિકૃત રીતે ખનીજ પરિવહન કરી રહેલા વાહન નંબર જીજે 36 વી 1561 ના ડ્રાઇવર રામજી વાલજી વાઘેલા રહે. ટિંબડી તથા વાહન નંબર જીજે 12 બીડબલ્યુ 8750 ના વાહન ચાલક સુલતાન હુસેન રહે. મિયાણા મિયાણા વાળાઓને વહેલી સવારે ત્રણ વાગ્યે અટકાવવામાં આવ્યા હતા અને તેઓ પાસે તેમાં વાહનમાં ભરેલ ખનીજના કોઈ આધાર કે પુરાવા ન હતા જેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરી હતી અને બંને વાહનોને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યા છે અત્રે નોંધનીય છે કે મોરબી જિલ્લામાં હાર્ડ મોરમ, ફાયરકલે, કોલસો સહિતની ખનીજ દ્રવ્યોની ભારે માત્રામાં હેરફેર થતી જોય છે ત્યારે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
